નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 ડીસેમ્બર 2023:
ચાંપાનેર ફેસ્ટીવલ 2023 સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાની અભૂતપૂર્વ અને એક યાદગાર સાંજ રહી હતી. એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ ભદ્રા ગેટ, સિટાડેલ, સેહેર કી મસ્જિદ અને જામી મસ્જિદ જેવા વિવિધ ઐતિહાસિક સ્થળો પર ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ચાંપાનેર ફેસ્ટિવલ યોજાયો હતો.

આ ફેસ્ટીવલમાં ઓસ્માન મીરના “મન મોર બની થનગાટ કરે” થી તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી અને સીતારવાદક નિલાદ્રી કુમારની જુગલબંધીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ ફેસ્ટીવલમાં ભવાઈની પરંપરાગત કળા, રાવણહથા અને જાયન્ટ પપેટ પરેડ તેમજ નગારા ટ્રૂપના રિધમીક બીટસ તેમજ રાઠવા સમુદાયના આદિવાસી નૃત્ય તથા વાયબ્રન્ટ પિથોરા લખારા જેવા કેટલાક સુંદર પરફોર્મન્સ પણ જોવા મળ્યા હતા.


આ વર્લ્ડ કોન્સર્ટમાં અનીલ પોડુવલ, જ્યોર્જ બ્રુક્સ, સંગીત હલ્દીપુર, શેલ્ડન ડી’સીલ્વા, દર્શન દોશી અને ઉસ્તાદ ફઝલ કુરેશીએ રજૂ કરેલા યુનિક પરફોર્મન્સથી શ્રોતાઓને મોહિત કર્યા હતા.
આ ફેસ્ટીવલનું સમાપન ઓસ્માન મીરના “લાલ મેરી પત”ના ગીત સાથે તમામ કલાકારોના ભવ્ય પરફોર્મન્સથી થયુ હતું. આ રજૂઆતમાં શ્રોતાઓ પણ જોડાયા અને એકરૂપ થયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #champanerfestival #champaner #ahmedabad
