લતિશ પટેલ, અમદાવાદ.
19 ડીસેમ્બર 2023:
લાફિંગ ક્લબ નું એન્યુઅલ ફંકશન ટ્રુબવેલ ગાર્ડન ખાતે માનનીય શ્રી મુકેશભાઈ ખત્રી, પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા લાફિંગ ક્લબ, કોર્પોરેટર પ્રવિણાબેન પટેલ તથા શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ મંત્રી શ્રી અમદાવાદ શહેર ભાજપ, માનનીય શ્રી અશોકભાઈ મોદી સંઘચાલક, બોપલ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને દીનદયાળ સમુત્કર્ષ સંસ્થાનના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ ચાવડા, ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ શ્રીમતી ડોક્ટર ઇલાબેન દોશી હાજરીમાં યોજવામાં આવ્યું હતું.
સૌપ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરીને ગીત સંગીતનો કાર્યક્રમ રસસભર રહ્યો. કૃતજ્ઞ ઠાકર નું બ્રાઈટર માઈન્ડ નિદર્શન, કબીર દવેનું યોગ નિદર્શન અદભુત રહ્યું હતું. બહેનોનો રાસ તથા નીલાબેન મહેતા ના ઘુમર નૃત્ય એ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધો હતો.
ત્યારબાદ શ્રી બદ્રીનારાયણભાઈ ગર્ગ ના જાદુના પ્રયોગો લોકોને અચંબીત કરી ગયા. જાદુના પ્રયોગો કાબીલે તારીફ હતા. આ કાર્યક્રમમાં કુલ 158 સભ્યો હાજર રહી પૂરા કાર્યક્રમને માણ્યો હતો.
છેલ્લે ઉપપ્રમુખ તથા કન્વીનર ની ખાલી પડેલ જગ્યા એ ઉપપ્રમુખ તરીકે શ્રી બદ્રીનારાયણભાઈ ગર્ગ તથા કન્વીનર તરીકે શ્રી હિંમતભાઈ પટેલ ની કમિટી મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. શ્રી ગીરીશભાઈ પંડ્યા ની શ્રી મુકેશભાઈ ખત્રી, પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા લાફિંગ ક્લબ ની હાજરીમાં સામાન્ય સભાની બહાલીથી વરણી કરવામાં આવી.
શ્રી પિનાકીનભાઈ પરીખે રમાડેલી શાક માર્કેટની ગેમમાં સૌને ખૂબ ખૂબ મજા પડી. તેમના તરફથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર ને ઇનામ પણ આપવામાં આવ્યા. કુણાલ ઠાકરે ફિલ્મ સંગીતને લગતી ક્વિઝ રમાડી જે ખૂબ રોમાંચક હતી.
બોપલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કમિટીની બહાર રહી લાફીંગ કલબમાં સહિયોગ આપી અને ફોટોગ્રાફી જેવા કામમાં યોગદાન આપનાર લતિષ પટેલએ હાજર રહી લોકોનો ઉસ્સાહ વધાર્યો હતો.
છેલ્લે ભાઈઓ અને બહેનો વચ્ચે અંતાક્ષરીની સ્પર્ધા કરી દિવસને યાદગાર બનાવી તમામ લોકોએ
અડદીયા, ઊંધિયું સાથે લિજ્જતદાર ભોજનનો રસસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.