નીતા લીંબાચિયા, અમદાવાદ.
11નવેમ્બર 2023:
દિવાળીના તહેવારમાં 13 નવેમ્બરે સોમવારના દિવસે સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી મનોરંજન સાથે વિજ્ઞાનલક્ષી શિક્ષણ મેળવવાનું ઉત્તમ સ્થળ છે.
વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને વિશાળમાં ના એક એવા સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ખાસ કરીને રજાના દિવસોમાં અહીં મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય છે.
સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહે સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે. જો કે આ વખતે 13 નવેમ્બરે સોમવારે દિવાળીના તહેવારને લઈને સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે.
જેથી તેઓ રજામાં પણ મનોરંજન સાથે વિજ્ઞાન ને માણી શકે.