રોહિત પટેલે ગુજરાત હાઇકોર્ટે માં અંગેજી સાથે ગુજરાતી માં પણ કાર્યવાહી થાય તેના માટે સુપ્રીમ કોર્ટે મા જાહેર હિતની અરજી (PIL) કરી હતી તે સુપ્રીમ કોર્ટે એ ફગાવી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
29 નવેમ્બર 2023:
સોલા, સાયન્સ સિટી વિસ્તારના રોહિત પટેલ (સામાજિક કાર્યકર) એ ગુજરાત હાઇકોર્ટે માં અંગેજી સાથે ગુજરાતી માં પણ કાર્યવાહી થાય તેના માટે સુપ્રીમ કોર્ટે માં જાહેર હિતની અરજી (PIL) કરી હતી, તે સુપ્રીમ કોર્ટે એ ફગાવી દીધી.

રોહિતભાઈનું કહેવું છે કે, મારા માં બાપ ગુજરી ગયા હતાં, ત્યારે પણ મને જેટલો આઘાત લાગ્યો ન હતો, એટલો આઘાત આ સમાચાર સાંભળીને ને લાગ્યો છે. આ દુઃખદ સમાચાર સાંભળીને રોહિતભાઈ ખુબજ રડ્યા છે.

તેઓ હજુ પણ આ આઘાતમાંથી બહાર આવ્યા નથી. તેઓનું કહેવું છે કે જો મિડિયા વાળા આ મુદ્દા ને હાઈલાઇટ કરી સપોટ કર્યો હોત, તો આ કામનું પરિણામ આવું આવ્યું ના હોત. સરકારશ્રી એ પણ આમાં રસ લેવો જોઈએ.

આ અંગે રોહિતભાઈ એક બે દિવસમાં તેમના વકીલને મલીને આગળ હવે શું કાર્યવાહી કરવી તેની ચર્ચા કરશે. આના માટે તેઓ એકલા છેલ્લા આઠ વર્ષથી (તા-30-11-2015 થી ) લડતા રહ્યા છે. તેમનું કહેવું છે કે સાડા છ કરોડ ની વસ્તી માં તેમને કોઈ પણ એ આના વિશે સપોટ કર્યો નથી. તેનું તેમને ખુબ જ દુઃખ થયું છે. તેઓ અસલ અમદાવાદી અને ગુજ્જુ ભાઈ છે. તેમને આના માટે મરતે દમ તક લડતા રહેવાનો પ્રણ લીધો છે. તેમનું કહેવું છે કે આ મારી તથા આપણાં બધા ગુજરાતીઓ ની માતૃભાષા છે. અને તેના માટે દરેક ગુજરાતીઓ સાથ આપવા સાથે અવાજ બુલંદ કરવો જોઇએ.
#bharatmirror #bharatmirror21 #news #rohitpatel #sola #ahmedabad
