નીતા લીંબાચિયા, અમદાવાદ.
24 નવેમ્બર 2023:
કલાસૂર્ય ફાઉન્ડેશન ધ્વારા 19 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર 2023 સુધી ભરતનાટ્યમ આરંગેત્રમનો ઉત્સવ ઉજવી 5 દિકરીઓને નૃત્યદિક્ષા આપવામા આવી. આ દિક્ષાંત સમારોહનુ ઉદ્ગગાટન શ્રી અનંતક્રિષ્નાજી (ભાગવત વિદ્યાપીઠ) ધ્વારા કરવા મા આવેલ તથા મુખ્ય મહેમાન તરીકે ડૉ અમી ઉપાધ્યાય (વાઈસ ચાન્સેલર ડૉ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી) અને અતિથિ વિશેષ તરીકે શ્રી સોનલબેન મજમુદાર (ભરતનાટ્યમ ગુરુ) ઉપસ્થિત રહ્યા હતા.
કલાસુર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી અને દેવમઈ અભિયાનના પ્રણેતા ગુરુશ્રી સંગીતા પટેલ જણાવે છે કે તેમની સંસ્થા ધ્વારા ભરતનાટ્યમ નૃત્યની તાલીમ સામાન્ય ફી લઇ ૪ વર્ષ થી ઉપરની દિકરીઓને તથા સ્ત્રીઓને શીખવવામા આવે છે તથા આરંગેત્રમનો કાર્યક્રમ કે જેનો ખર્ચ ૨ લાખ કે તેથી વધુ થાય છે તે કલાસૂર્ય ફાઉન્ડેશન ધ્વારા માત્ર ૨૧૦૦૦/- મા કરાવી આપવા મા આવે છે.
કલાસૂર્ય ફાઉન્ડેશન ધ્વારા આરંગેત્રમનુ આયોજન મંદિર મા કરવા મા આવે છે, માત્ર સવા રુપીયો ગુરુ દક્ષિણાઆ લઈને જેથી વધુ મા વધુ બાળકો આ કલાને આત્મસાદ કરી શકે.
સાત વર્ષ જેટલો સમય ના ફાળવી શકવાને લીધે ઘણા લોકો આ નૃત્ય શીખી નથી શક્તા માટે કલાસૂર્ય ફાઉન્ડેશન આ નૃત્યનો સંપૂર્ણ કોર્સ માત્ર અઢી મહીના અથવા એક વર્ષ ના ક્રેષ કોર્સ મા પણ કરાવે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શાસ્ત્રીય નૃત્યમા પ્રસરેલા વેપારી કરણને દુર ધકેલી આધ્યાત્મિક મૂલ્યોને વધુ મા વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. સમગ્ર ગુજરાત મા કોઈપણ વ્યકિત આ સેવાનો લાભ લઈ શકે છે.
જય માનવતાયૈ નમ ના નારા સાથે આ સંસ્થા આપણા સમાજને કલા સાથે જીવન મૂલ્યો શીખવવાનુ ઉત્તમ કાર્ય કરી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #kalasuryafoundation #ahmedabad