નીતા લીંબાચિયા, અમદાવાદ.
04 ઓકટોબર 2023:
સુકૃત પરિવારે “સ્વ-અઘ્યયન” સિઝન 3 નામની અનોખી પ્રવૃત્તિ દ્વારા એક્ટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધ્યાપીઠ ખાતે ૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ગાંધી જયંતિની ઉજવણી કરી.

ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે, સ્પિનિંગ વ્હીલ (ચરખા) સાથે સ્વ અધ્યયનના પાઠ રૂપે ચરખા પર ચર્ચા અને ચરખો કઇ રીતે ચલાવવો તે પણ શીખવાડવામાં આવ્યું. CA. ફેનિલ શાહ, સુકૃત પરિવાર ટ્રસ્ટ ના ફોઉંડૅર, જણાવ્યું કે પ્રોગ્રામ માં સુકૃત પરિવાર ના વોલ્યૂન્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વિદ્યાર્થીઓ એન્ડ ગુજરાત વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા . ગુજરાત વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ બધાને ચરખો ચલાવતા સીખ્વાડ્યું. આ સતત ત્રીજું વર્ષ છે જેમાં આવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

પ્રતીક બચ્ચાની, એક્ટ ફોઉન્ડેશન, જણાવ્યું કે અનુભવી માર્ગદર્શક દ્વારા ચરખાનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી. તેની સાથે ચરખાના ઉપયોગને પ્રાધાન્ય આપવા પાછળ ગાંધીજીના વિચાર પણ તેમણે પ્રસ્તુત કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે એક ખેતી પ્રધાન દેશ તરીખે જાણીતા ભારતમાં ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાયનો વિકલ્પ ન હતો અને કાપડ માટે પણ ભારત બીજા દેશો પર આધારિત હતો. આ જ કારણોના લીધે, એક ચરખાના ઉપયોગ દ્વારા કાપડનું ઉત્પાદન કરી તેની નિકાસ દ્વારા આર્થિક વિકાસનો ધ્યેય સિદ્ધ કરવો તે જ ગાંધીજીનું સપનું હતું.
#bharatmirror #bharatmirror21 #news #sukritparivar #swaaghyayan_season3 #discussion_on_charkha #ahmedabad
