હાટકેશ્વર બ્રિજ ની હલકી ગુણવત્તા વાળા બાંધકામના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બનતા બચી ગયા.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 ઓકટોબર 2023:
હાટકેશ્વર બ્રિજ ની હલકી ગુણવત્તા વાળા બાંધકામના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બનતા બચી ગયા. તેની ખુશીમાં ફટાકડા ફોડી કરવામાં આવેલી ભવ્ય ઉજવણી.
હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવરબ્રિજ હલકી ગુણવતા વાળું બ્રિજ બન્યુ હોય મોરબી ઝુલતા પુલ કરતા પણ મોટી હોનારત સર્જવાની દહેશત વ્યક્ત કરી, હાટકેશ્વર બ્રિજ ના મામલે ભ્રષ્ટાચારના સજ્જડ પુરાવા આપવામાં આવ્યા હતાં. ત્યારે શાસકો દ્વારા અમારા શાસનમાં ભ્રષ્ટાચાર થતો નથી તેમ કહી માથું ઊંચું કરીને ચાલનાર સત્તાધીશો આખરે નીચે જોવું પડ્યું છે, અને બ્રિજ ના મામલે ભ્રષ્ટાચારની કબુલાત કરી આખરે બ્રીજને તોડીને નવો બનાવવા અંગે ટેન્ડર બહાર પાડવાનું નિર્ણય લેવાયો છે.
બ્રિજના મામલે ભ્રષ્ટાચારને ઉઘાળો પાડવાની ખુશીમાં અને સૌથી મહત્વનું કે નાગરિકોની સલામતી જળવાઈ રહી છે, અને નિર્દોષ લોકો જ જેનો ભોગ બનતા બચી ગયા છે તેની ખુશીમાં માનવ અધિકાર ગ્રુપમાં પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ અને મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ઈકબાલ શેખની આગેવાની હેઠળ બ્રીજ ના છેડે,ખોખરા ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
કાર્યક્રમમાં વ્યાપારી અને નાગરિકો અગ્રણીઓ શ્રી જયોજૅ ડાયસ,ઈકબાલ શેખરમેશભાઈ ભીલ,રાજેશ પંજાબી,રાજેન્દ્ર સેન્ગલ,રાજુ પંચાલ,રમિન્દ્રસિંહ બગ્ગા,અનિલ વર્મા,પુષ્પાબેન ડીકોસ્ટા,વિષ્ણુ દેસાઈ,સ્વામી ગ્રામીણ,અરવિંદભાઈ પટેલ, અમરભાઈ ખૈરે,સંજય મેકવાન, પાર્થ કોસ્ટી,મહેશભાઈ જીલલ્પે,,શુભમ રાય,રાજેશ આહુજા,સુનિલ કોરી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #hatkeswarbridge #georgedyce #ahmedabad