નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 ઓકટોબર 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ) દ્વારા GCCI ખાતે ” ડેમો ડે બાય ક્લાઈમેટ એક્શન સ્ટાર્ટઅપ્સ ” નું આયોજન I-Hub અને એન્ટ્રાપેનયર ધ બિઝનેસ ઇન્ક્યુબેટર, LJ નોલેજ ફાઉન્ડેશનના એન્ટ્રારપ્રેન્યોરે સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી સંદીપભાઈ એન્જીનીઅરે તેઓના સ્વાગત પ્રવચનમાં GCCIની સ્ટાર્ટ અપ, પર્યાવરણ અને યુવા કમીટીઓને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ તરફ નક્કર પગલાં લેવાની તાકીદ અને તે કેવી રીતે સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે તે વિશે વાત કરી હતી. તેઓએ વર્ષ 2050 સુધીમાં ભારતનું કાર્બન ઉત્સર્જન “નેટ ઝીરો” કરવાની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો ઉલ્લેખ કર્યો હતો તેમજ જણાવ્યું હતું કે આ દિશામાં કામ કરતા મોટી સંખ્યામાં સ્ટાર્ટ-અપ્સની જરૂરિયાત ઉભી થશે. તેમણે પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવા અને ઉર્જા કાર્યક્ષમતા વધારવા તેમજ ઉદ્યોગો અને કૃષિને વધુ ટકાઉ બનાવવાના માધ્યમો ઘડવા સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં રહેલ વિશાળ તકો નો ઉલ્લેખ કર્યો હતો.
સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન શ્રી અમિત પરીખે પ્રાસંગીક સંબોધનમાં ભાગ લઇ રહેલ સ્ટાર્ટ-અપ્સ નો પરિચય કરાવ્યો હતો અને તેઓને ક્લાઈમેટ એક્શન મિશનને પરિપૂર્ણ કરવા માટે જે પહેલ કરી છે તે બદલ અભિનંદન આપ્યા હતા.
GCCI યુથ વિંગના ચેરપર્સન સુશ્રી શુમોના અગ્રવાલે ઉલ્લેખ કર્યો હતો કે ક્લાઈમેટ એક્શન ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ માટે ઉત્તમ તકો છે અને તે આપણું જીવન તેમજ આપણી દિન-પ્રતિદિનની અનેકવિધ પ્રવૃત્તિઓને પર્યાવરણને સાથે સાનુકૂળ બનાવવામાં પણ મદદ કરશે.
નીચેના 7 પર્યાવરણીય સ્ટાર્ટ-અપ્સે તેમની નવીનતા અને ઉત્પાદનો વિશે વિગતવાર રજૂઆત કરી હતી.
- અશ્વમેઘ મોબિલિટી સોલ્યુશન્સ પ્રા. લિમિટેડ – ઇલેક્ટ્રિક મોબિલિટી
- બાયોફિક્સ – વેસ્ટ મેનેજમેન્ટ
- ઓશિયનક્લિનરઝ ટેક્નોલોજી પ્રા .લિમિટેડ – વોટર ક્લીનિંગ ટેક્નોલોજી
- ફોર્ટિગ્રીન પોલિમર – રિસાયકલ કરેલ ઉત્પાદન નવીનતા
- ઇલેક્ટ્રિક વાહનો બચાવો – ઇલેક્ટ્રિક વાહનો
- મિન્દ્રા EV- EV ચાર્જિંગ
- નીરેઇન – વોટર ટેક્નોલોજી