ભારત પાકસ્તાનના ની મેચ રમાવાની છે
5 અલગ અલગ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી છે
- સ્ટેડિયમ અને પ્રેક્ષકો ની સુરક્ષાની વ્યવસ્થા
2..પાર્કિંગ અને ટ્રાફિક ની વ્યવસ્થા
3.. બન્ને ટીમો અને સ્ટાફ ની વ્યવસ્થા
- મેચ દરમ્યાન અસામાજિક તત્વો કોઈ ફાયદો ના ઉઠાવે તે માટે વ્યવસ્થા
5.. ઇન્ડીયા પાકી ની મેચ દરમ્યાન રાજ્ય માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ની વ્યવસ્થા
મેચ ને લઈ ને 6 હજાર થી વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓ બંદોબસ્ત માં જોડાયા છે
Nsg, ndrf , sog ની ટીમો પણ જોડાઈ છે
પાર્કિંગ અને ટ્રાફિક ની વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી છે
લોકો એ મેટ્રો નો ઉપયોગ કરે તેવી અપીલ છે… વિકાસ સહાય
પ્રાઇવેટ વાહનો માટે પણ વ્યવસ્થા ક્રરાઈ છે
બન્ને ટીમ અને સ્ટાફ ની વ્યવસ્થા અમદાવાદ પોલીસ તરફ થી કરવામાં આવી છે.
અસ્મામજીક તત્વો કોઈ ફાયદો ના ઉઠાવે તે માટે બોગસ ટિકિટ, આંતકવાદી સંગથોનો કોઈ કૃત્ય ના કરે ,વગેરે માટે જે પણ ઇનપુટ મળ્યા છે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિડિયો કોન્ફરન્સ કરી રાજ્ય ના સંવેદન શીલ વિસ્તારો માં સૂચનાઓ આપવામાં આવી છે
સરકાર ના અન્ય વિભાગો નો પણ સાથ સહકાર મળ્યો છે.
મેચ રાતે 10.30 નીનાસ્પસ પૂરી થાય ત્યારે રાજ્ય માં 8 વાગ્યા પછી તમામ ટીમો ને એલર્ટ રાખવામાં આવી છે
મેચ બાદ વિજય સરઘસ માટે સ્થાનિક સહેર પોલીસ ને પરિસ્થિતિ મુજબ મંજૂરી આપવા. જણાવ્યું છે.
અગાઉ ના મેચ ના અનુભવ ને લઈ સ્થાનિક પોલીસ એલર્ટ છે
ટ્રાફિક માં કોઈ અડચણ ના થાય અને અસામાજિક તત્ત્વો કોઈ ફાયદો ના ઉઠાવે તે મુજબ પગલાં લેવાની સૂચના આપી છે
ફેંક ટિકિટ ના 2 કેસ અમદાવાદ માં નોંધાયા છે.કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બોટાદના ધારાસભ્ય એ જે કીધું છે તે મે સાંભળ્યું છે જો કોઈ એવું કૃત્ય કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 ઓકટોબર 2023:
DGP વિકાસ સહાયએ પત્રકાર પરિષદ યોજી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
ક્રિકેટરસીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપને લઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આવતીકાલે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના જંગમાં મેદાને ઉતરશે અને આ મેચ અમદાવાદને આંગણે યોજાવા જઇ રહ્યો હોવાથી અમદાવાદમાં હાલ અલગ જ માહોલ જોવા મળે છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઇ ગાંધીનગરમાં ભારત – પાકિસ્તાનની મેચને પગલે DGP વિકાસ સહાયએ પત્રકાર પરિષદ યોજી હતી.
છેલ્લે અનિચ્છનીય બનાવ ન બને તો બાબતે સુરક્ષા રખાઈ છે
જેમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.
તેઓએ વધુમાં કહ્યું કે આ મેચમાં 6 હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે NSG, NDRF, RAF સહિતની ટીમો વ્યવસ્થામાં જોડાઈ છે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે. ખાનગી વાહનો માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. લોકોને અસામાજીક તત્ત્વો માટે બોગસ ટીકીટની બાબતોને ધ્યાને લઈ સતર્ક કરાયા છે. તેમજ મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, ATSની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. વધુમાં બાતમીના આધારે પણ કામગીરી કરવામાં આવશે.વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશિલ વિસ્તારોમાં વોચ રાખવા જણાવાયું છે.
અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરાઈ
સાથે જ વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. મેચનું પરિણામ જે આવે તે ગુજરાત પોલીસ સતર્ક છે અને તૈયાર હોવાનો અંતમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ દાવો કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #dgpvikassahay #indiapakistanmatch #narendramodistadium
#ahmedabad