નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 ઓકટોબર 2023:
દેશભક્ત મહાપુરુષ અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ૨જી ઓક્ટોબર ૧૯૦૪ માં ઉત્તર પ્રદેશના મુગલસરાઈ રામનગર માં ગરીબ કાયસ્થ પરિવારમાં જન્મ લીધો હતો ગરીબીમાં વિદ્યા અભ્યાસ કર્યો, ગરીબીમાં જ રાષ્ટ્રના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા તેમના જીવનમાં સાદાઈ, પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા, વિનમ્રતા અને રાષ્ટ્ર સેવા અજોડ હતું તેમણે કદી મિલકત વસાવી નથી બે કરતા કદી ત્રીજી પહેરણ સિવડાવ્યું નથી જીવનની ક્ષણે-ક્ષણ રાષ્ટ્ર સેવામાં ખર્ચીને
ઉમદા ઉંદાહરણ પૂરું પાડ્યું હતું
ચીનના પગલે પાકિસ્તાને ૫મી ઓગસ્ટ ૧૯૬૫ ના રોજ કાશ્મીરના છાબ મોચેૅ વહેલી પરોઢે અંણચેતવ્યુ આક્રમણ કર્યું હતું ત્યારે લશ્કરની ત્રણે પાંખોના વડાઓની તત્કાળ મંત્રણાઆ આરંભી પાકિસ્તાની આક્રમણને સંપૂર્ણ મારી હટાવવા લશ્કરને છૂટો દોર આપ્યો હતો જેના પરિણામે પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખી ભારતીય લશ્કરે પોતાની સૈન્ય તાકાત નો પરચો આપ્યો હતો અને યુદ્ધમાં વિશ્વને ભારતની વિરાટ તાકાતના દર્શન કરાવી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ભારતને પ્રસ્થાપિત કર્યું હતું તેમને પ્રશસા કે પ્રચારથી સતત દૂર રહેનાર શાસ્ત્રીજીએ જગતમાં કદી પોતાની જાતને કે પોતાના કામોનો પ્રચાર થવા દીધો ન હતો.
લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે “જય જવાન…જય કિસાન” નું સૂત્ર આપ્યું હતું તેવા મહાપુરુષ ની કાંકરિયા ખાતે આવેલ પ્રતિમાને તેમની ૧૧૯ મીજન્મ જયંતિ નિમિત્તે પૂવૅ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જયોજૅ ડાયસ ની આગેવાની હેઠળ પુષ્પાંજલિ અર્પણ કરી દેશની રક્ષા ના કાજે ફનાહ થઈ ગયેલા નામી-અનામી જવાનો અને સુરક્ષા કર્મીઓની શહાદત ને સલામી આપવામાં આવી હતી અને સેનાના જવાનોના સરક્ષણ બજેટમાં વધારો કરવા અને વન રેન્ક વન પેન્શન યોજનાનો અમલ કરવા તેમજ ખેડૂતોના દેવાને માફ કરવા જેથી કરીને લાલ બહાદુર શાસ્ત્રીજીનું “જય જવાન..જય કિસાન” નું સૂત્ર સાર્થક બનાવી સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય.
કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ,ચતુરભાઈ પટેલ,નરેશ રેવાણી,મંગલ સિંહ રાજપુત,મહેન્દ્રભાઈ બીજવા, શુભમ રાય,કૌશિક પ્રજાપતિ,સુનિલ બાલાણી, શૈલેષ પટેલ,સંજય મેકવાન, અતિશ પંચોલી,વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #birthanniversary #former-pm-lalbahadurshastri #ahmedabad