નીતા લીંબાચિયા, અમદાવાદ.
05 ઓકટોબર 2023:
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ બીજી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જે ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા અને અહિંસાની ફિલસૂફી અને વ્યૂહરચનાના પ્રણેતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. આ દિવસને ધ્યાનમાં રાખીને એએમએ દ્રારા ઓક્ટોબર મહિના દરમિયાન ગાંધીજી અને તેમની જીવનશૈલી પર વિશેષ કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રેણીના ભાગ રૂપે, ૬ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ એએમએ દ્રારા શ્રી દર્શન જરીવાલા, એવોર્ડ વિજેતા ભારતીય અભિનેતા અને નિર્માતા; સુશ્રી ઉષા ઉપાધ્યાય, નિર્દેશક, ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન અને હિન્દી ભવન, ગુજરાત વિદ્યાપીઠ; અને શ્રી રામ મોરી, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખક – સ્ક્રિપ્ટ રાઈટર દ્રારા “ગાંધી: ધ મેન ઑફ કોમ્યુનિકેશન એન્ડ હિઝ મેસેજ” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન
એએમએ કેમ્પસ ખાતે સાંજે ૬:૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.