- મુંબઈમાં ગણેશ ચતુર્થી પ્રસંગે પંડાલની મુલાકાત લેતા ભાવિકો માટે મોબાઈલ પેમેન્ટને પ્રોત્સાહન
- રેસ્ટોરન્ટના વ્યવહાર તેમજ બ્રિજવાસી અને અન્ય સ્થળેથી મિઠાઈની ખરીદીમાં 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો
નીતા લીંબાચિયા, અમદાવાદ.
20 સપ્ટેમ્બર 2023:
બ્રાન્ડ પેટીએમની માલિક અને મોખરાની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તેમજ ક્યુ આર અને મોબાઈલ પેમેન્ટમાં પાયોનિયર વન97 કોમ્યુનિકેશન લિમિટેડ (ઓસીએલ) દ્વારા ગણેશ ચતુર્થી પ્રસંગે મુંબઈની 14 ગણેશ પંડાલમાં ભક્તો માટે મંદિર ટ્રસ્ટને દાન આપવા માટે પેટીએમ ક્યુ આર કોડ સ્કેન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ 14 ગણેશ પંડાલોમાં પ્રભાદેવીનું સિધ્ધિ વિનાયક મંદિર, ગિરગાંવ માં ગિરગાંવ ચા મહારાજા, લાલબાગના તેજુકાયા મંડલ, અંધેરી વેસ્ટમાં અંધેરી ચા રાજા, મરોલ અંધેરી ઇસ્ટ માં મરોલ ચા રાજા, ખેતવાડી માં ખેતવાડી ચા રાજા, પરેલ ચા ઈચ્છાપૂર્તિ લાલ મેદાન, લોઅર પરેલ માં ફ્રેન્ડ સર્કલ, લાલબાગમાં બાળ યુવક મિત્ર મંડળ, લોઅર પરેલ જંકશનમાં બાલસાથી મંડળ, ચેમ્બુરમાં સહ્યાદ્રિ ગણપતિ, પોવઇ માં પોવાઈ ચ રાજા, કાંદીવલી માં મહાવીર નગર, થાણેમાં થાણાચ્યા મહારાજ જેવી પંડાલો નો સમાવેશ કરાયો છે.
ગણેશ ચતુર્થી પ્રસંગે કંપની મિઠાઈની દુકાન અને રેસ્ટોરન્ટ પણ પેમેન્ટ ડીલ સાથે આવરી લીધી છે અને એક્સક્લુઝીવ ડિસ્કાઉન્ટ ઓફર કર્યા છે. યુઝર્સ પેમેન્ટ રેસ્ટોરન્ટ ડીલ દ્વારા બ્રજવાસી, સતુસ વગેરે પ્રસિધ્ધ દુકાન માંથી મીઠાઈ ઓફર કરવા ઉપરાંત વધારાની 30 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ ઉપરાંત યુઝર્સ પેટીએમ પોસ્ટપેઈડ મારફતે ચૂકવણીમાં રૂ.1,000 સુધીના ડીલ પર રૂ.50 નું ડિસ્કાઉન્ટ મેળવવાની સાથે સાથે પેટીએમ વોલેટ મારફતે 5 ટકા કેશબેક સાથે રૂ.100 સુધી નું કેશબેક મેળવી શકશે.
આ ઉપરાંત યુઝર્સ જ્યાં પેટીએમ ક્યુ આર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે ત્યાં દુકાનોને શણગારવામાં આવી છે, જેમાં વેપારીઓ Paytm કાર્ડ મશીન સાથે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, Paytm વૉલેટ, નેટ બેંકિંગ અને તમામ UPI એપ્લિકેશન્સ સહિત ગ્રાહકો પાસેથી તમામ પ્રકારની ચુકવણી સ્વીકારી શકે છે. આ ઉપરાંત પેટીએમ દ્વારા મુંબઈની વિવિધ સોસાયટીઓમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પરિવારના સભ્યોને મોદક બનાવવા શીખવવામાં આવશે.
ઉપરાંત, આ ગણેશ ચતુર્થી નિમિતે પેટીએમ મારફતે ઈન્ડિગો, એર એશિયા, અકાસા, સ્પાઈસ જેટ, વિસ્તારા અને એર ઈન્ડિયાની ડોમેસ્ટીક ફ્લાઈટની ટિકિટ માં 12 ટકા સુધીનું એટલે કે રૂ.1000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરશે. આ ઓફરનો લાભ લેવા માટે ‘FLYUTSAV’ પ્રોમો કોડ નો ઉપયોગ કરાશે. જે લોકો બસમાં મુસાફરી કરતા હોય તેમને રૂ.400 સુધીનું ડિસ્કાઉન્ટ આપશે અને સાથે સાથે ટિકિટ ઉપર ઝીરો સર્વિસ અને પેમેન્ટ ગેટવે ચાર્જ સર્વિસનો લાભ લઈ ટિકિટ બુક કરી શકાશે. ટ્રાવેલ પ્લાનમાં જે કંઈ ફેરફાર થાય તો યુઝર્સને ફ્રી કેન્સલેશન સાથે ટિકિટની રકમનું 100 ટકા રિફંડ આપવામાં આવશે.
પેટીએમના પ્રવક્તા એ જણાવ્યું હતું કે, “ક્યુઆર કોડ અને મોબાઇલ પેમેન્ટ માં ભારતમાં પાયોનિયર તરીકે અમે મુંબઈ ગણેશ પંડાલોમાં ગણેશ ચતુર્થી પ્રસંગે ડિજિટલ ડોનેશનની વ્યવસ્થા ભક્તો માટે ગોઠવી છે. ભક્તો ક્યુ આર કોડ નો ઉપયોગ કરીને પેટીએમ યુપીઆઈ, પેટીએમ વોલેટ અને અન્ય સુવિધા મારફતે દાન કરી શકશે. અમે અમારી ઈનોવેટીવ મોબાઈલ પેમેન્ટ સોલ્યુશન મારફતે દેશના ખૂણે ખૂણે પહોંચી ને ફાયનાન્સિયલ ઈન્ક્લુઝન માટે પ્રયત્નશીલ છે.
ફિનટેક પાયોનિયર પેટીએમ યુઝર્સ માટે પોતાના સુગમ અને સાનુકૂળ ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા ગોઠવી નોંધપાત્ર ભૂમિકા બજાવી રહ્યાં છે. દેશભરમાંથી ભક્તો પેટીએમ સુપર એપ મારફતે દાન કરી શકશે.
#bharatmirror #bharatmirror21 #news #paytmganeshchaturthi #paytm #ahmedabad