નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 સપ્ટેમ્બર 2023:
બંગાળ કલ્ચરલ એસોસિએશન દ્વારા આગામી વર્ષ સુધી બનાવામાં આવે છે એક કાલીબારી સામુદાયિક કેન્દ્ર જે બંગાળી ભાષા અને અને સમુદાયો માટે ઉજવણીઓ, સંસ્કૃતિની જાળવણી, બાળકો માટે સંગીત, નૃત્ય, થિએટર, લિટરેચર અને અન્ય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. સાથે સાથે ગેસ્ટ હાઉસની સગવડો પણ તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે આ કાલીબારી કોમ્યુનિટી કેન્દ્ર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે એક ક્લાસરૂમ પણ આપશે.
બંગાળ ક્લચરલ એસોસિએશનના હોનારરી જેનેરલ સેક્રેટરી શ્રી અનલ મુખરજી દ્વારા જણાવામાં આવ્યું કે, ‘ આગામી ૧૯ ઓક્ટોબર થી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાન 86મી કાલીબારી દુર્ગા પૂજા ઉજવણી -2023 માટે અમારા દ્વારા વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વૃદ્ધો અને વરિષ્ઠ ભક્તો માટે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
એમના માટે બહુવિધ ગોલ્ફ કાર્ટ, અલગથી જમવા અને ભોગ બેઠક વ્યવસ્થા અને આરોગ્ય તપાસ શિબિર યોજાશે. તમામ સમુદાયોના ભક્તોને આમંત્રિત કરવા અને તેમને જોડવા માટે એક ઇવેન્ટ ઝુંબેશડિઝાઇન કરવામાં આવી રહી છેક્વિઝ, હરીફાઈઓ અને પ્રશંસાપત્ર પ્રવૃત્તિઓ સાથે પૂજા દરમિયાન બીજા સમુદાયો ના લોકો ને કાર્યક્રમ વિષયે અવગત કરવામાં આવશે. બંગાળના સાંસ્કૃતિક વારસો અને વાનગીઓની વિવિધતા પણ લોકોને પીરસવામાં આવશે. સાથે સાથે પ્રાયોજકો અને દાતાઓને વિશેષ દૃશ્યતા અને બ્રાન્ડ પ્રમોશનની તકો ઓફર કરવામાં આવશે.’
સાથે સાથે બંગાળ ક્લચરલ એસોસિએશનના મેમ્બર્સ એ દાતાઓ, ભક્તો અને કોર્પોરેટ સ્પોન્સોરસને ખાસ વિનંતી કરી કે એ 86th દુર્ગા પૂજા અને આ કાલીબારી કોમ્યુનિટી કેન્દ્રના કાર્યોમાં મદદ કરે અને જેટલું થઇ શકે એટલો દાન અને ભંડોળ આપે.
#bharatmirror #bharatmirror21 #news #kalibaridurgapuja #bengalculturalassociation #ahmedabad