નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 સપ્ટેમ્બર 2023:
GCCI ની બિઝનેસ વુમન કમિટિ નો લીડરશીપ હેન્ડ્સ ચેન્જ સમારોહ GCCI પ્રિમાઈસીસ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે તારીખ 11મી સપ્ટેમ્બર, 2023 ના રોજ આયોજિત થયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મીસ પ્રીતિબેન પટેલ, પ્રમોટર અને સીએમડી, રાસ્પિયન એન્ટરપ્રાઇઝ પ્રા.લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા.
સભ્યોની વિશાળ હાજરીમાં આઉટગોઇંગ BWC ચેરપર્સન શ્રીમતી ઋતુજા પટેલે નવા વર્ષના BWC ચેરપર્સન તરીકેનો ચાર્જ શ્રીમતી કાજલ પટેલને સોંપ્યો હતો.
પ્રાસંગિક સ્વાગત પ્રવચનમાં જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરે મુખ્ય મહેમાન શ્રીમતી પ્રીતિબેન પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ અન્ય તમામ મહેમાનો અને સભ્યોને પણ આવકાર્યા હતા. તેમણે બિઝનેસ વુમન કમિટીને ઉત્કૃષ્ટ નેતૃત્વ આપવા અને મહિલા ઉદ્યોગ સાહસિકોના લાભાર્થે મોટી સંખ્યામાં પ્રોજેક્ટ હાથ ધરવા બદલ આઉટગોઈંગ ચેરપર્સન ઋતુજા પટેલને અભિનંદન આપ્યા હતા. તેમણે નવી “નોમિનલ મેમ્બરશિપ” કેટેગરી હેઠળ વધુને વધુ સંખ્યામાં નાના વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને GCCIમાં સભ્ય તરીકે નોંધણી કરવાના GCCIના મિશન વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જયારે આપણો દેશ એક પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર થઇ રહેલ છે ત્યારે ખુબ જ જરૂરી છે કે ભારતીય અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્ર થકી પોતાનો ફાળો આપી રહેલ ખુબ જ મોટી સંખ્યાના નાના વ્યાપારીઓને અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવે તેમજ એમએસએમઇને વધુને વધુ સમર્થન આપવામાં આવે. તેમણે આવનારા BWC ચેરપર્સન કાજલ પટેલને સફળતાની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી અને સંપૂર્ણ સમર્થન ની ખાતરી આપી હતી.
પોતાના સંબોધનમાં આઉટગોઇંગ BWC ચેરપર્સન રૂતુજા પટેલે GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા હાથ ધરાયેલા વર્ષભરના પ્રોજેક્ટ્સ વિશે વાત કરી હતી. તેઓએ જી.સી.સી.આઈ નેતૃત્વ તેમજ BWC ના બધાજ સભ્યોને તેઓના સહકાર માટે આભાર માન્યો હતો.
BWC ચેરપર્સન તરીકે ચાર્જ સ્વીકારતા કાજલ પટેલે વર્ષ 2023-24 દરમિયાન તેઓ જે પ્રોજેક્ટ હાથ ધરવા માગે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઋતુજા પટેલને તેમના દ્વારા પ્રદાન કરેલ ઉત્તમ નેતૃત્વ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેઓએ જીસીસીઆઈ નેતૃત્વને તેમના વિવિધ ધ્યેયો અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. તેણીએ વર્ષ 1985 માં તેની શરૂઆતથી જ GCCI BWC દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટેની પ્રવૃત્તિઓ ની ઉત્કૃષ્ટ પરંપરાનો ઉલ્લેખ કર્યો અને તમામ ભૂતકાળના અધ્યક્ષ દ્વારા સ્થાપિત મહાન પરંપરા ને ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મુખ્ય અતિથિ મીસ પ્રીતિબેન પટેલે તેઓના સંબોધનમા આ પ્રસંગ નું મહત્વ, વ્યવસાયમાં મહિલાઓને પ્રોત્સાહિત કરતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ ગુજરાતના આર્થિક લેન્ડસ્કેપ પરત્વે મહિલાઓના અમૂલ્ય યોગદાન ની નોંધ લીધી હતી. તેઓએ મહિલા સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો તેમજ સમગ્ર વેપારી સમુદાય ની સમૃદ્ધિ માટે જીસીસીઆઈની બિઝનેસ વુમન કમિટીની આઉટગોઇંગ લીડરશીપ ટીમને અભિનંદન આપ્યા અને આવનારા ચેરપર્સનનને પોતાની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ મહિલા ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સ વચ્ચે સહયોગ ની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે GCCI ની બિઝનેસ વુમન કમિટી જેવી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ નેટવર્ક અને સંસાધનોનો લાભ લેવા ઉપસ્થિત સભ્યોને પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે તેઓએ એક બિઝનેસવુમન, ઉદ્યોગસાહસિક અને સામાજિક નેતા તરીકેની પોતાની અંગત સફર વિષે પણ માહિતી શેર કરી.
#bharatmirror #bharatmirror21 #news #gcci #bwc #businesswomencommittee #ahmedabad