·ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનિલ ગુગલીયાએ અભિયાન ઉઠાવ્યું, જેનું ઉદ્દઘાટન શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
04 સપ્ટેમ્બર 2023:
લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા છે. જેના અનેક સેવાકીય અને સમાજને પ્રેરણા આપતા કાર્યો એક મિશાલ સમાન છે. ત્યારે આ કાર્યને આગળ વધારતા આ વર્ષે લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી3ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલ ગુગલીયાએ એક અભિયાન ઉઠાવ્યું છે.

“વ્યસન મુક્તિ અભિયાન ડ્રગ અવેરનેસ મિશન” આ અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ સોમવાર 4 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10.00 વાગ્યે ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે યોજાયો. જેમાં શ્રી કિરીટ સોલંકી, એમ.પી. ની ઉપસ્થિતિ રહી, તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી પ્રવિણ છાજેડ, પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન્સ ઈન્ટરનેશનલ, શ્રી પી બી પંડ્યા આઇએએસ, ડાયરેક્ટર હાયર એજયુકેશન ગુજરાત તથા શ્રી બચ્ચાનીધિ પાની, આઈએએસ, કમિશનર ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત તથા શ્રી વિજય કોઠારી, આઈએએએસ, એકાઉન્ટન્ટ જનરલ તથા શ્રી પી કે લહેરી, ફોર્મર ચીફ સેક્રેટરી, ગુજરાત ગવર્મેન્ટ, તથા ડો. સુજય મેહતા, ચેરમેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સહીતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી તથા પ્રોગ્રામ કોઓર્ડીનેટર નંદિની રાવલ ઉપસ્થિત રહયા હતા.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનિલ ગુગલીયા કે જેમણે આ અભિયાન ઉઠાવ્યું છે તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે, લાયન્સ ક્લબ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્યો થતા આવ્યા છે. લગભગ 14 લાખથી પણ વધુ લાયન મિત્રો સેવાકીય કર્યો કરી રહ્યા છે. ગુજરાતમાં લગભગ 17 હજારથી પણ વધુ લાયન મિત્રો સેવાકીય કાર્યમાં કાર્યરત છે.

લાયન્સ ક્લબ દ્વારા નેત્ર ચિકિત્સા, ડાયાબિટીસ અવેરનેસ, કેન્સર અવેરનેસ, પર્યાવરણની જાળવણી જેવા વિવિધ સેવાકીય કર્યો કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ 3232 બી3 દ્વારા એક અભિયાન ઉઠાવ્યું છે ‘વ્યસન મુક્તિ અભિયાન – ડ્રગ અવેરનેસ મિશન”, આ અભિયાન થકી અમારું લક્ષ્ય છે કે, અમારા લાયન મિત્રો લગભગ 10 લાખ બાળકોને આ અભિયાન હેઠળ શપથ લેવડાવશે આ સાથે તેની અવેરનેસ ફેલાવીશું.
#bharatmirror #bharatmirror21 #news #drugawarenessmission #lions #ahmedabad
