ભારત રત્ન કરુણા મૂર્તિ સેન્ટ મધર ટેરેસા ની૨૬ મી પુણ્યતિથી નિમિત્તે કરુણાસભર અર્પણ કરવામાં આવેલ શ્રદ્ધાંજલિ.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 સપ્ટેમ્બર 2023:
૨૬ મી ઓગસ્ટ ૧૯૧૦ માં જન્મેલા “સેન્ટ મધર ટેરેસા” ભારત સહિત વિશ્વના લાચાર, અશક્ત, કુષ્ટ રોગી ,દુઃખી લોકોની સેવા કરી પ્રેમ આપનાર મધર ટેરેસા ને ભારત રત્ન નોબલ, નોબેલ પુરસ્કાર, પદ્મશ્રી વગેરે થી નવાજવામાં આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવસેવા નો સંદેશો આપ્યો હતો કરુણા અને વાત્સલ્ય ની સાક્ષાત મૂર્તિએ વિશ્વમાં નવી ચેતના અને નવું ગૌરવ પૂરું પાડ્યું હતું ભારત સહિત સમગ્ર વિશ્વમાં જેમની ગણના કરુણા મૂર્તિ અને ગરીબોના મસિહા તરીકે થાય છે.
તેવા ભારત રત્ન કરુણા મૂર્તિ સેન્ટ મધર ટેરેસા ની ૫ મી સપ્ટેમ્બર ની ૨૬ મી પુણ્યતિથિ નિમિત્તે ભદ્ર સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની અને કરુણાસભર શ્રદ્ધાંજલિ અર્પિત કરી પ્રાથૅના યોજવા મા આવી હતી જેમાં ફાદરો-સિસ્ટરો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #bharatratnakarunamurthytributetosaintmotherteresaonher26thdeathanniversary #motherteresaonher #ahmedabad