દેશ વિદેશના ૨૦૦૦ મીડિયા કર્મીઓ ઉપસ્થિત. રાષ્ટ્રીય મિડીયા સંમેલનના પ્રમુખ વકતાઓમાં ગુજરાતના બે પત્રકારોને સ્થાન ભારતની દિવ્ય સંસ્કૃતિને વૈશ્વિક રૂપ આપવા મીડિયા મહાનુભાવોનો દ્રઢ સંકલ્પ.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 સપ્ટેમ્બર 2023:
આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત દેશના સૌથી વિશાળ મીડિયા મહાસંમેલનનો તળેટી સ્થિત શાંતિવન ખાતે ૮સપ્ટેમ્બર ના રોજ વિધિવત પ્રારંભ થયો હતો.જેમાં દેશ-વિદેશના ૨૦૦૦ થી વધુ મીડિયા પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.
આબુ તળેટી ખાતે યોજાયેલ સમારંભમાં પોતાનું વક્તવ્ય આપતા મીડિયા પ્રભાઞ ના અધ્યક્ષ કરુણાજીએ જણાવેલ કે સમાજના નવનિર્માણ અને શાંતિ સદભાવ હેતુ મીડિયાનું કાર્ય અતિ મહત્વનું છે. સમાચારની વિશ્વનીયતા લોક માનસને સકારાત્મક પરિવર્તન કરી શકે છે. ત્રિદિવસીય મીડિયા સંમેલન મીડિયા જગતને પોતાના જીવનમાંથી તનાવ મુક્ત કરી શાંતિ સદભાવનાની શક્તિ સાથે સક્ષમ બનાવશે.
આ સમારંભમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમુખ વકતાગણ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતમાંથી ડૉ રાજેશ ભોજક તથા શશિકાંત પંડ્યાને સ્થાન અપાયું હતું. ઈન સાઈટ સેશન ૧ માં મુખ્ય અતિથિ તરીકે ડૉ રાજેશ ભોજકએ આંતરિક શાંતિ જાળવવા અંગે વ્યકિતત્વ આપ્યું હતું, અને મિડીયા કર્મીઓને માનસિક શાંતિ માટે અધ્યાત્મ ઉપાયો સૂચવ્યા હતા.
સમારંભમાં દિલ્હી થી આવેલ પ્રો. સંજય ત્રિવેદીએ જણાવેલ કે મીડિયાની શક્તિ માનવ મનને પરીવર્તન કરી શકે છે.જરૂર છે સમાજમાં માનવીય મૂલ્યોની સ્થાપના કરવા મીડિયા જગત જાગૃત થાય તો ભારતની છબીને વિશ્વમાં અધ્યાત્મ પ્રધાનની પ્રેરકતા તરફ દિશા બતાવી શકે છે.
સમારંભમાં બીકે શાંતનુ સાંસદ ભોલારામ પ્રો. માનસિંહજી બ્રહ્માકુમારીઝ ના સંયુક્ત પ્રસાસીકા ડો. નિર્મળા દીદી સહિત અનેક પ્રવક્તાએ પોતાના વિચાર રજુ કરેલ.
આ મિડીયા સંમેલનમાં બીકે શિવાની બહેને ખાસ હાજરી આપી હતી,અને પ્રવચનમાં મિડીયા કર્મીઓ ને મંત્રમુગ્ધ કર્યા હતા.
બ્રહ્માકુમારીઝ મીડિયા સમારંભમાં વિદ્યાવાન વક્તાઓ એ જણાવેલ કે ભારતની મહાનતા સમુદ્રતા અને અધ્યાત્મિકતા નો પરિચય જ્યારે જી-૨૦ સંમેલનમાં થઈ રહેલ છે ત્યારે સમાજના પરિવર્તનમાં જવાબદાર મીડિયા મહાનુભાવોનું શાંતિ સદભાવ માટે સક્ષમ મીડિયા સંમેલન સાચા અર્થમાં આબુ બ્રહ્માકુમારીઝ ની ભૂમિ પરથી દેશના ઉત્થાનમાં મહત્વની ભૂમિકા નિભાવશે.જે જોઞાનુ જોઞ સંયોગ છે .જ્યારે મહત્વના વિષયે વિશ્વ નેતાઓ ચિંતન કરી રહેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #abu #mediaconventioninternationalinstituteofbrahmakumaris #ahmedabad