પ્રજાપતી સમાજ નું વિશ્વ સ્તરીય સ્નેહ સંમેલન નું આયોજન અમેરિકાના શિકાગો ખાતે આવેલા આશિયાના બેન્કવેટ USA ખાતે પ્રજાપતિ પરિવાર USA દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
વૈશાલી પ્રજાપતિ, અમદાવાદ.
03 ઓગસ્ટ 2023:
હાલ ના સમય માં દરેક સમાજ પોત પોતાના સમાજ માટે એકતા અખંડિતા જળવાઈ રહે તે દિશામાં કાર્ય કરે છે ત્યારે પ્રજાપતિ સમાજ દ્વારા ગર્વ અનુભવું શકાય તેવું વિદેશ ની ધરતી પર પોતાની જન્મભૂમિ દેશ ને છોડી પોતાના કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા વિદેશ ની અજાણી ધરતી પર આગળ વધ્યા છે તેવા વિદેશ ની ધરતી પર વસવાટ કરતા પ્રજાપતિ સમાજ ના દરેક ને એકત્ર કરી વિશ્વ સ્તર પર સમાજ ની એકતા અખંડિતા માટે પ્રજાપતિ પરિવાર USA અંતર્ગત રચના કમિટીના 24 સભ્યો દ્વારા ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસના પરિવાર મિલન સંમેલન માં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ ના લોકો ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશ ની ધરતી પર એક થઇ પરિવારનું નિર્માણ કરી સમાજ ને આગળ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે 29 જુલાઈ ના રોજ પ્રથમ દિવસે સંમેલન ની શરૂઆત બ્રહ્માણી માતાજીની પૂજા, અર્ચના વિધિ થી કરવામાં આવી હતી અને રાત્રે પોતાની સંસ્કૃતિ ને જાળવી રાખી વિદેશ ની ધરતી પર પણ રસ ગરબાની રમઝટ બોલાવી હતી.
કાર્યક્રમના બીજા દિવસે 30 જુલાઈ ના રોજ બ્રહ્માણી માતાજીની પૂજા વિધિ અને સમૂહ આરતી અને દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સમાજ માં બાળકો માં છુપાયેલી વિવિધ પ્રતિભાઓને બહાર લાવવા બાળકો દ્વારા વિવિધ પ્રકારની પ્રસ્તુતિ રજૂ કરી હતી અને ત્યાર બાદ પ્રજાપતિ સમાજના પ્રતિભાશાળી તેમજ સમાજના પ્રતિષ્ઠિત દાતાઓનું સન્માન સાથે પધારેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશેષ અતિથિ એવા સંજય રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓનું સન્માન પ્રજાપતિ સમાજ ના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સંજય રાવલ દ્વારા પ્રજાપતિ સમાજ ની ઉદારતા અને સમાજની એકરૂપતા જળવાઈ રહે તેમાટે ખુબજ સારું વ્યક્તવ્ય પણ કર્યું. ત્યારબાદ પ્રજાપતિ સમાજના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય એવા મનીષ મીડિયા ના ચેરમેન શ્રી ચંદમાલ કુમાવતજી સહ પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સંમેલન દરમિયાન શ્રી ચંદમાલ કુમાવતજી દ્વારા શ્રી વિજય દેવરતનજી મિસ્ત્રી જેઓ બીલીમોરા થી છે અને હાલ USA માં સ્થાઈ છે તેમના જીવન પર આધારિત નું ખુબજ લોકપ્રિય પુસ્તક “લાઈફ ઓફ અ લિઝેન્ડ” નું વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે મનીષ મીડિયા દ્વારા આવી 500 થી વધુ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રજાપતિ પરિવાર મિલન સંમેલન માં પધારેલ સૌ કોઈ આગેવાનો, કાર્યકર્તાઓ , શ્રેષ્ટીઓ, દાતાઓ ના સન્માન અને સંદેશ થકી પ્રજાપતિ સમાજ ના સૌ કોઇ એ ગૌરવ ની લાગણી અનુભવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #usaprajapatisamajsnehsammelan #usaprajapatisamaj #snehsammelan #ahmedabad