નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 ઓગસ્ટ 2023:
ટીટીએફ અમદાવાદ 2023ને બીજા દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા, ભારતના વિવિધ રાજ્યોના સ્થળો દર્શાવાયા
અમદાવાદ, તા.24 ઓગષ્ટ, 2023- ટ્રાવેલ એંડ ટુરીઝમ ફેર 2023, ગુજરાતમાં યોજાયેલા સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને તે બિઝનેસ મિટીંગોથી ધમધમી રહ્યો છે. આ સમારંભના બીજા દિવસે ભારતના વિવિધ રાજ્યોએ તેમના પ્રેઝન્ટેશન અને પ્રવાસન આકર્ષણો રજૂ કર્યા હતા.
બુધવારે ગાંધીનગરમાં શરૂ થયેલા ટીટીએફ 2023માં દેશભરમાંથી 800થી વધુ એક્ઝીબીટર્સ તથા 15થી વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કારણે ટ્રાવેલ અને ટુરિઝમના મહત્વના પ્લેટફોર્મ તરીકે ટીટીએફનું સ્થાન મજબૂત બન્યું હતું. ટીટીએફ અમદાવાદ 2023ના પ્રથમ બે દિવસમાં કુલ મળીને 8500થી વધુ વિઝીટર્સે મુલાકાત લીધી હતી.
ટીટીએફના આયોજક તથા ફેરફેસ્ટ મિડીયાના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલ જણાવે છે કે “ટીટીએફનો ઉદ્દેશ નેટવર્કીંગ અને બિઝનેસને વૃધ્ધિ પૂરી પાડી ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને વેગ આપવાનો છે. એક્ઝીબીટર્સે નોંધપાત્ર અભિરૂચિ પેદા કરી છે અને આ ઈવેન્ટમાંથી નોંધપાત્ર બિઝનેસ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે.”
ગુરૂવાર, તા.24 ઓગષ્ટના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર સહિત ચાર ટુરિઝમ બોર્ડઝે પોતાના વિવિધ સ્થળોનું હાજર રહેલા લોકો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરીને તેમના ભિન્ન પ્રકારના અને અનોખા પ્રવાસન આકર્ષણો દર્શાવ્યા હતા.
રાજસ્થાનના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર અનિલ તલવાડીયાએ પ્રવાસનના વિકાસ અંગેની અનોખી વ્યૂહરચના રજૂ કરી હતી. તેમણે રાજસ્થાનમાં હોટેલ અને ટુરિઝમ સુવિધાઓનું વિસ્તરણ કરવાના આયોજનો રજૂ કર્યા હતા.
પંજાબ ટુરિઝમના માર્કેટીંગ મેનેજર હર્ષ મિત્તલે તેમના પ્રેઝન્ટેશનમાં પંજાબમાં એડવેન્ચર અને વોટર ટુરિઝમ વિકસાવવાના આયોજનો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકાર ‘ઈન્વેસ્ટ પંજાબ’ ના નેજા હેઠળ પ્રવાસન ક્ષેત્રમાં મૂડીરોકાણોને પ્રોત્સાહન આપી રહી છે.
બિહાર ટુરિઝમના ડિરેક્ટર વિનય કુમાર રોયે જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસીઓની વાર્ષિક સંખ્યા 2 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. બિહાર સરકાર માર્ગો પર વિવિધ સુવિધાઓ અને નવી ટુરિસ્ટ ફેસિલીટી ઉભી કરીને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે કટિબધ્ધ છે. સરકાર નવી હોમસ્ટે પોલિસી પણ લાવી રહી છે.
જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરતા તારીક ચૌધરીએ તેમના વિસ્તારના અર્થતંત્ર માટે કુદરતી સ્થળોના પ્રવાસન અને સ્થાનિક સંસ્કૃતિના મહત્વ અંગે વાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓ આકર્ષાઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ઓફ્ફ-બીટ પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે આકર્ષણ ધરાવતા પરંપરાગત પ્રવાસન સ્થળોને વિકસાવાઈ રહ્યા છે.
પ્રેઝન્ટેશન દરમ્યાન વક્તાઓએ પોતાના રાજ્ય માટે મહત્વના ટુરિસ્ટ બજાર તરીકે ગુજરાતનું મહત્વ દર્શાવ્યું હતું. તેમણે એક અભૂતપૂર્વ પ્લેટફોર્મ તરીકે ટીટીએફની પ્રશંસા કરી હતી અને ટ્રાવેલ –ટુરિઝમ સેક્ટરમાં બિઝનેસના આદાન-પ્રદાન અને વૃધ્ધિને આવશ્યક ગણાવી હતી.
ટીટીએફ 2023ની ગણના ટ્રાવેલ ટ્રેડના અત્યંત મહત્વના સમારંભ તરીકે થાય છે તે બાબત આ સમારંભમાં મોટી સંખ્યાની હાજરીને કારણે જોવા મળે છે. ભારતના 24 રાજ્યોમાંથી એક્ઝીબીટર્સ ઉપરાંત આર્મેનિયા, ભૂતાન, જ્યોર્જીયા, જાપાન, કઝાકીસ્તાન, કેન્યા, નેપાળ, રશિયા, થાઈલેન્ડ, તુર્કી, યુએઈ, યુનાઈટેડ કિંગ્ડમ અને ઉઝબેકીસ્તાન જેવા આંતરરાષ્ટ્રિય સ્થળોમાં પણ મુલાકાતીઓએ રસ દર્શાવ્યો હતો.
ટીટીએફ અમદાવાદ 2023 તા.23 થી 25 ઓગષ્ટ દરમ્યાન સવારના 11 થી સાંજના 7 સુધી ટ્રાવેલ ટ્રેડ માટે ખૂલ્લો રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #ttf #ttf2023 #ahmedabad #gadhinagar