આઈસીએઆઈ દ્વારા જૂન 2023માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર
અમદાવાદ કેન્દ્રનું 22.97 ટકા પરિણામ
સમગ્ર ભારતમાં 24.98 ટકા પરિણામ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 ઓગસ્ટ 2023:
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, 2023માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સીએ સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂન 2023માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2277 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 523 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 22.97ની ટકાવારી સુચવે છે.
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ 40 વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 11 વિદ્યાર્થિઓ પાસ થયા છે. જે 27.50 ટકાવારી સુચવે છે. અમદાવાદ બ્રાન્ચના કોચિંગ સેન્ટરનું પરિણામ ઉંચું આવ્યું છે, તે ગૌરવની બાબત છે. સમગ્ર ભારતમાં 1,03,517 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 25,860 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 24.98ની ટકાવારી સુચવે છે.
ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સીએ સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, ડિસેમ્બર 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 37.90ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 1,26,015 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 36864 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 29.25ની ટકાવારી સુચવે છે.
ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સીએ સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, જુલાઈ 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 29.83ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 25.28ની ટકાવારી સુચવે છે.
#bharatmirror #bharatmirror21 #news #theinstituteofcharteredaccountantsofindiaahmedabad #2023cafoundationexamresult #ahmedabad