મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાપે અશુભ મુહૂર્તમાં બનેલા અને ભ્રષ્ટાચારના જીવતા જાગતા દાખલા ના હાટકેશ્વર બ્રિજ તોડવાના મામલે પ્રતીક ઉપવાસ અને ધરણાના કાર્યક્રમ યોજવા જતા પોલીસે કરેલી ધરપકડ:
નીતા લીંબાચિયા, અમદાવાદ.
29 ઓગસ્ટ 2023:
મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભ્રષ્ટાચાર ના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજ બનાવવા સિમેન્ટ ચોરી સહિતનું મોટાપાયે થયેલ ભ્રષ્ટાચાર હવે જગ જાહેર થયો છે. સત્તાધારી ભાજપ એ પણ તેનો સ્વીકાર કર્યો છે, અને લોકો માટે જોખમી એવો આ બ્રિજ તોડી નાખવાનો નિર્ણય કરવો પડેલ છે.
પરંતુ સત્તાધારી ભાજપને એની શરમ આવતી હોય તેમ પુલ તોડવાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવતી નથી, અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાપે અશુભ મુહૂર્તમાં બનેલા અને ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા દાખલા નું હાટકેશ્વર બ્રિજ તોડવાના મામલે “તારીખ બોલો…બ્રિજ તોડો..”નું સૂત્ર જાહેર કર્યું છે.
અને માગણી કરી છે કે હાલમાં લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે. પુલ ની આજુબાજુ વ્યાપાર કરતા નાના-મોટા વ્યાપારીઓ,દુકાનદારો, વાહન ચાલકો,રાહદારી ઓ અને સ્થાનિક નાગરિકો ટ્રાફિક ગીચતા ના કારણે હેરાન પરેશાનથઈ રહ્યા છે.
ત્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્ત ૧૨.૩૯. માં ઉમેદવારી પત્ર ભરતા હોય છે તેમ કોઈ એક ચોક્કસ દિવસ નક્કી કરી ૧૨.૩૯ ના ભ્રષ્ટાચારી મુહૂર્ત માં બ્રિજ તોડવાનું કામ શરૂ કરવું જોઈએ જેટલી ઉતાવળ પુલ ના શિલાયન્સ વખતે કરવામાં આવે છે, તેટલી ઉતાવળ ભ્રષ્ટાચારના આ હલકા અને નબળા પુલને તોડવા માં નહીં આવે તો મોટી હોનારત સર્જવાની દહેશત રહેલી છે.
માટે ઝડપથી પુલ તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કરે તે માટે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ તથા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ હાટકેશ્વર સર્કલ ખાતે એક દિવસ ના પ્રતિક ઉપવાસ-ધરણા ઉપર બેસી રામ ધુન કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સદબુદ્ધિ મળે તે માટે રામ ધુન કરી હતી. ત્યારે ખાનગી સ્થળ ઉપર બેઠેલા ઉપવાસીઓ ની ટીંગાટોળી કરીને ધરપકડ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #speakthedatebreakthebridge #hatkeswarbridge #georgedias #humanrightsgroup #ahmedabad