નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 ઓગસ્ટ 2023:
કલાસૂર્ય ફાઉન્ડેશન ધ્વા આર જે ત્રિવેદી સુવર્ણમંદિર વૃધ્ધાશ્રમના વડીલો સાથે અનોખી રીતે ઉજવવા મા આવી.

કલાસૂર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી સંગીતા પટેલ એ જણાવ્યુ કે દાસ ખમણના કુનાલ ઠક્કર એ તમામ વડીલો માટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે ખાસ આપણા સન્માનનીય તિરંગાના રંગો વાળા ખમણ બનાવી સહુને મેજબાની કરાવી તથા ઉદ્ગમ ટ્રસ્ટ ધ્વારા ગાયિકા મીતાલી નાગના મધુર સ્વરોમા દેશભક્તીના ગીતો સહુએ માણ્યા, સાથે કલાસૂર્ય ફાઉન્ડેશનની ભરતનાટ્યમની ૪ વર્ષ થી ૧૪ વર્ષની શિષ્યાઓ ધ્વારા વંદેમાતરમ અને રામાયણ નૃત્યની પ્રસ્તુતી કરાઈ હતી.

આ કાર્યક્રમનો હેતુ સમાજમા એ સંદેશ આપવાનો હતો કે અગ્રેજો થી તો આઝાદ થઈ ગયા પણ અગ્રેજીપણાને ક્યારે છોડીશુ? આપણા દેશ મા તો માતાપિતાનુ પૂજન કરવાની પ્રથા છે ત્યા આવા આશ્રમો કોના બાળકો છલકાવી રહ્યા છે?

સાચા હિન્દુસ્તાની બનીને આપણા હિન્દુસ્તાનની સાચી આઝાદી મનાવીયે.
#bharatmirror #bharatmirror21 #news #kalasuryafoundation #suvarnamandirvlpriddhasram #independencedaycelebration #ahmedabad
