શિવભક્તો માટે પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ યોજાશે.
નિર્મિત કક્કડ ,મોરબી
15 ઓગસ્ટ 2023:
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવાર તા.૨૧-૮-૨૦૨૩ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફ ના શિવલીંગ ના દર્શન નુ અનેરુ આયોજન કરવા માં આવેલ છે

ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવા મા આવશે.

મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવા માં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદ નુ આયોજન કરવા માં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #jaliyaneshvarmahadev #morabi #ahmedabad
