નીતા લીંબાચિયા, અમદાવાદ.
02ઓગસ્ટ 2023:
ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગ્રાન્ડ ક્વિઝ અને એક્સક્લુઝિવ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. જેના બીજા ચરણમાં ગાંધીનગર, મહેસાણા, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જિલ્લાઓની 80થી વધુ શાળાઓના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો હતો અને વિજ્ઞાન વિષય પ્રત્યે પોતાની રૂચિમાં વધારો કર્યો હતો. ક્વિઝમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી તરફથી ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે.
આગામી ટૂંક સમયમાં ધોરણ-7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની ક્વિઝનું ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજન કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #grandquiz #exclusivetraining #ahmedabad