આ લેબનું ઉદ્ઘાટન ડીજીપી શ્રી અનિલ પ્રથમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબ વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ ઉપરાંત રિસર્ચ અને ઇનોવેશન પ્રોજેક્ટના સંચાલન માટે એક પ્લેટફોર્મના રૂપમાં કામ કરશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 ઓગસ્ટ 2023:
રાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધ ઇન્સ્ટિટયૂટ એવી ગાંધીનગર યુનિવર્સિટીએ સોમવારે પોતાની અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ લેબના ઉદ્ઘાટન સાથે એક માઈલસ્ટોન સિદ્ધિ હાસિલ કરી છે. રાજ્યમાં આ પ્રકારની પ્રથમ લેબ સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક કેપેબિલિટીસને મજબૂત કરવા માટે AI બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ લેબનું ઉદઘાટન DGP શ્રી અનિલ પ્રથમના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવી સ્થાપિત લેબ વિદ્યાર્થીઓ માટે શીખવા ઉપરાંત ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ, એકેડેમિક ઇન્સ્ટિટ્યૂશનસ સાથે મળીને સંશોધન અને નવીનતાના પ્રોજેક્ટ હાથ ધરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ લેબ નેટવર્ક સિક્યુરિટી, માલવેર એનાલિસિસ, ક્રિપ્ટોગ્રાફી, પેનેટ્રેશન ટેસ્ટિંગ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ, ડિજિટલ ફોરેન્સિક ટુલ્સ એન્ડ અને ટેકનિક, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને સાયબર લૉ જેવા વિષયોને આવરી લેતા વિવિધ અભ્યાસક્રમો અને વર્કશોપનું આયોજન કરશે.
ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ, પ્રગતિશીલ માનસિકતા અને રચનાત્મક ઉન્નતિ પ્રત્યે પ્રતિબદ્ધતા એ ગાંધીનગર યુનિવર્સિટીનો સાર છે. આ માર્ગદર્શક સિદ્ધાંત સાથે જ ગાંધીનગર યુનિવર્સિટી એફએસએલ પછી AI બ્લોકચેન ઈન્ટીગ્રેટેડ ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના કરનારી પ્રથમ યુનિવર્સિટી તરીકે ઉભરી આવી છે.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોને સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક લેબનો પરિચય આપવામાં આવ્યો હતો અને લેબની સુવિધાઓથી અવગત પણ કરાવવામાં આવ્યા હતા.
આ અવસરે ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી વિનિતા રોહેરાએ કહ્યું કે, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ લેબ વિદ્યાર્થીઓને સાયબર અને ડિજિટલ ફોરેન્સિક્સના નિર્ણાયક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. લેબ એક ઉચ્ચતમ વર્કસ્ટેશન અને તમામ જરૂરી કોમર્શિયલ સોફ્ટવેરથી સજ્જ છે, જે અમારા વિદ્યાર્થીઓને શીખવામાં અને વિવિધ સરકારી એજન્સીઓને સહાય પૂરી પાડવા માટે મદદ કરશે. અમારું માનવું છે કે આ લેબ અમારા વિદ્યાર્થીઓ પર ઊંડી અસર કરશે અને વધુ સારા સમાજના અમારા સહિયારા વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે. અમે AI ડોમેનમાં અમારી પહોંચને વિસ્તારવાની પણ યોજના બનાવીએ છીએ, જે રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ કેમ્પસ છે.
જેમ જેમ દુનિયા ઝડપથી ડિજિટલ દુનિયામાં પરિવર્તિત થઈ રહી છે તે એક ફાયદાકારક થ્રેડ બની ગયું છે, પરંતુ તે એક મોટો ખતરો પણ સાબિત થયું છે. ડિજિટલ વિસ્તરણમાં પ્રતિસ્પર્ધીઓનું લક્ષ્ય તોડી પાડવું, ગેરવસૂલી અને વિક્ષેપ પાડવાનું લક્ષ્ય રાખે છે. ટેકનોલોજી અને જ્ઞાન એ સુરક્ષિત ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવા અને એક એવા ભારતનું નિર્માણ કરવાનું જે ઇમ્પર્વીઅસ, ઇનોવેટિવ અને ઇન્વિન્સબલ હોય એ જરૂરી છે.
એક સિકયોર ડિજિટલ વર્લ્ડની ખાતરી કરવા માટે સાયબર અને ડિજિટલ ફોરેન્સિક્સની ભૂમિકા પર ડીજીપી અનિલ પ્રથમે જણાવ્યું હતું કે, સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક્સ રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણાયક પાસાઓ છે. ખાસ કરીને વર્ચ્યુઅલ વર્લ્ડમાં સાયબર ક્રાઇમના ઉભરતા દાખલાઓ અને વલણોને જોતાં આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં સરકારનું રોકાણ તેના મહત્વને દર્શાવે છે. સાયબર સિક્યુરિટી જરૂરિયાતો વિકસિત થતા રાષ્ટ્રોને પહોંચી વળવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે યુનિવર્સિટીઓની મહત્વની ભૂમિકા છે. આ લેબની સ્થાપના માટે અમે ગાંધીનગર યુનિવર્સિટીની પ્રશંસા કરીએ છીએ.
ગાંધીનગર યુનિવર્સિટીએ સારા સમાજના નિર્માણ વિષય ઉપર એક સેમિનારનું પણ આયોજન કર્યું હતું. જેમાં વધુ સમાવિષ્ટ, ટકાઉ અને સુમેળભર્યા સમાજના નિર્માણ માટે નવીન વિચારો અને વ્યૂહરચનાઓ પર વિચાર વિમર્શ કરવા માટે જાણીતા લીડર્સ, ઇન્ટલેક્ચૂઅલ અને વિઝનરીસને એકસાથે લાવવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં SOG ગાંધીનગરના પીઆઈ શ્રી આર.આર.પરમારે ડ્રગ્સના દુરુપયોગના મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં શ્રી આર.આર પરમારે ડ્રગ્સના દુરુપયોગને રોકવા માટે સામાજિક ભાગીદારી અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા દરમિયાન હોલ વિદ્યાર્થીઓથી ભરચક હતો, જે માદક દ્રવ્યોના દુરૂપયોગ વિશે જાગૃતિ લાવવા અને સમસ્યાનો સામનો કરવામાં તેનું મહત્વ દર્શાવે છે.
આ સેમિનારમાં ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર અને ગુજરાત ભાજપના યુવા નેતા શ્રી રુત્વિજ પટેલે પણ વક્તવ્ય આપ્યું હતું.
રિસર્ચ ઓરિએન્ટેડ, સ્ટુડન્ટ સેન્ટ્રીક, મલ્ટી ડિસિપ્લિનરી, નફા માટે નહીં ખાનગી યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતાના માધ્યમથી પોતાના વિદ્યાર્થીઓ અને સંશોધકોની ક્ષમતાઓનું સંવર્ધન કરવા તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણના માધ્યમથી કૌશલ્યોનું નિર્માણ કરીને યુવા મનને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીએ આ સુનિશ્ચિત કરવા માટે ટીચિંગ, લર્નિંગ, ટ્રેનિંગ, રિસર્ચ ઇનોવેશન અને સ્કિલ ડેવલોપમેન્ટને એકીકૃત કર્યું છે જેનાથી વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે તૈયાર છે.
#bharatmirror #bharatmirror21 #news #gandhinagaruniversity #aiblockchain #cybersecurityanddigitalforensicslab #ahmedabad