શહેરમાં અત્યારથી જ આગામી પર્વ રક્ષાબંધનને લઈને ખરીદી જોવા મળી રહી છે. ત્યારે લોકોને લક્ઝ્યુરીયસ ચીજ વસ્તુઓ સાથેનું ખરીદીનું પ્લેટફોર્મ એક જગ્યાએથી ઉપલબ્ધ કરાવવા માટે ધડકન ગ્રુપ પરંપરા એક્ઝિબિશન રાખી એડિશન લઇને આવ્યું હતું. 12 અને 13 ઓગસ્ટ દરમિયાન બે દિવસ ડી.કે. પટેલ હૉલ નારણપુરા, અમદાવાદ ખાતે પ્રોડક્ટ અને એક્સક્લૂઝિવ પ્લેટફોર્મ સાથેનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.

પરંપરા એક્ઝિબિશનને લઈને વાત કરતા ઓર્ગેનાઈઝર હેતલ શાહે જણાવ્યું હતું કે, ”અમારો હેતુ હંમેશા એવા લોકોને સપોર્ટ કરવાનો છે જેઓ વિવિધ અવનવી પ્રોડક્ટ બનાવી શકે છે પરંતુ તેઓને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. જેમને અહીં પ્લેટફોર્મ મળ્યું હતું જેથી પરંપરા સાથે વિવિધ સ્ટોલ પણ જોડાયા હતા ત્યારે અન્ય સ્ટોલ ધારકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. ”

એક્ઝિબિશનમાં રક્ષા બંધનની સ્પેશિયલ રાખડીઓના સ્ટોલ સૌ કોઈ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું . આ સિવાય બહેનને ભાઈ ગિફ્ટ આપી શકે તે પ્રકારની પ્રોડક્ટ પણ આસાનીથી મળી રહી હતી . જેમ કે, એટ્રેક્ટિવ જ્વેલરી, ટ્રેન્ડીંગ ક્લોથ્સ વગેરે જોવા મળ્યા હતા આ ઉપરાંત મેન્સવેર, કિડ્સવેર વગેરે એકથી એક ચડીયાતી ચીજવસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ હતી.
#bharatmirror #bharatmirror21 #news #dhadkangroup #rakhieditionexhibition #ahmedabad
