મોટી સંખ્યામાં યુવાઓ અને સામાજિક અગ્રણીઓની હાજરી
નીતા લીંબાચિયા, અમદાવાદ.
14 ઓગસ્ટ 2023:
બ્રહ્માકુમારીઝ મહાદેવનગર, અમદાવાદ સબઝોન દ્વારા યુવાઓ માટેના વાય 20 કાર્યક્રમ ના સમાપન નું આયોજન ૧૩ ઓગસ્ટ રવિવાર ના રોજ થયું હતું.
વધુમાં માહિતી આપતા ડૉ રાજેશ ભોજક અને મીડિયા સંયોજક ભરત શાહે જણાવ્યું હતું કે G 20 તળે વાય 20 અંતર્ગત બ્રહ્માકુમારીઝ મહાદેવનગર, અમદાવાદ સબઝોન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રેણી નું સમાપન રાજ યોગિની બીકે ચંદ્રિકાબેન ના માર્ગદર્શન હેઠળ તા ૧૩ ઓગસ્ટ,રવિવારના રોજ સાંજે ૫.૩૦ થી ૭.૦૦ બ્રહ્માકુમારીઝ, મહાદેવનગર સેવાકેન્દ્ર ખાતે રાખવામાં આવેલ.
આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે નામાંકીત ડૉકટર શાશ્વત દિવાન, આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર વિશાલ ખનામા, નિમા વિદ્યાલય ના પ્રિન્સીપાલ સહદેવ ભાઇ સોનગરા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો એ યુવાનો માટે પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું. જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.બીકે ચંદ્રિકા બહેને સંકલ્પ શક્તિ વિશે સમજણ આપી હતી.
બીકે જ્યોતિ બહેન તથા BK krutiબહેને મંચ સંચાલન કર્યું હતું. બીકે રીટા બહેને મેડિટેશન કરાવ્યું હતું.બીકે વિવેકજી એ સૌને દેશહિત માટેના સપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકો એ નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. બીકે શ્યામ ભાઇ એ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ બાદ મહેમાનો ને સોગાત તથા સૌને બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું હતું
#bharatmirror #bharatmirror21 #news #brahmakumari #mahadevnagar #ahmedabad