બ્રહ્માકુમારી મહાદેવ નગર કેન્દ્ર દ્રારા રક્ષાબંધન ઉજવણી શ્રેણીનો આરંભ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
21 ઓગસ્ટ 2023:
બ્રહ્માકુમારી મહાદેવનગર કેન્દ્ર દ્વારા આજથી રક્ષાબંધન દિન સુધી રક્ષાબંધનના વિવિધ કાર્યક્રમો ની શ્રેણીનો આરંભ કરવામાં આવ્યો છે.વધુ માહિતી આપતાં ડૉ રાજેશ ભોજકએ જણાવ્યું હતું કે આ અંતર્ગત રાજયોગ શિક્ષિકા બીકે રીટાબહેન તથા બીકે પ્રીતિબહેન સાથે અન્ય બહેનોએ ડાયાલિસિસ ના દર્દીઓ અને અન્ય દર્દીઓને રાખડી બાંધીને પર્વ ઊજવણી કરી હતી.

બીકે રીટા બહેને જણાવ્યું હતું કે રક્ષાબંધન એ પવિત્ર બંધન છે. પરમપિતા પરમાત્મા જે આપના સર્વ આત્માઓનો પરમ રક્ષક છે એને જ સ્નેહ પાશમાં રક્ષા માટે બાંધવું એ જ સાચું રક્ષાબંધન છે.

રક્ષાબંધનના પાવન પવિત્ર ઉત્સવના ભાગરૂપે કામેશ્વર મેડિકલ સેન્ટર પર રક્ષાબંધનની ઉજવણી પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, સેક્રેટરી નટુભાઈ પટેલ તથા નિયામક ભાસ્કરભાઈ ઉપસ્થિત રહ્યા હતા . બીકે બહેનોએ ડાયાલિસિસ કરતા દર્દીઓ તેમજ બીજા દર્દીઓને રક્ષાબંધનનો આધ્યાત્મિક રહસ્ય સમજાવી સૌને રાખડી બાંધી હતી અને તેઓના સ્વાસ્થ્ય રક્ષા ની કામના કરી આશીર્વાદ આપ્યાં હતા.
#bharatmirror #bharatmirror21 #news #brahmakumari #dialysispatientsatkameshwarmedicalcentre #ahmedabad
