
બ્રહ્માકુમારીઝ આયોજિત આબુ ખાતે દેશનું સૌથી વિશાળ મીડિયા મહાસંમેલન આગામી ૮ થી ૧૧ સપ્ટેમ્બર યોજાશે.
દેશ-વિદેશના ૨૫૦૦ મીડિયા દિગજનોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી.
"વૈશ્વિક શાંતિ સદભાવ માટે અધ્યાત્મ સશક્ત મીડિયા" વિષયે ચર્ચા-સેમિનાર-કલ્ચર કાર્યક્રમ-ગ્રુપ ડિસ્કશન રાજ્યોગા શિબિર યોજાશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
09 ઓગસ્ટ 2023:
આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મીડિયા પ્રભાઞ દ્વારા આયોજિત દેશનું સૌથી વિશાળ મીડિયા મહાસંમેલન આગામી ૮ મી સપ્ટેમ્બર થી ૧૧ સપ્ટેમ્બર અધ્યાત્મનગરી આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે યોજાશે જેમાં દેશ-વિદેશના ૨૫૦૦ થી વધુ વિવિધ મીડિયા ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શશીકાંત ત્રિવેદીના અને રાજેશ ભોજક નાજણાવ્યાનુસાર સતત પોતાના કાર્યમાં વ્યસ્ત મીડિયા જગતના મહાનુભાવોના મનોબળની વૃદ્ધિ આરોગ્ય સુખાકારી તનાવથી મુક્ત શાંતિની શક્તિ માટે અને પોતાના અધ્યાત્મ સશક્તિકરણ દ્વારા વૈશ્વિક શાંતિ સદભાવ માટેના વ્યક્તિગત યોગદાન હેતુ બ્રહ્માકુમારીઝ મીડિયા પ્રભાઞનું આમાં સંમેલન રાષ્ટ્ર ભક્તિ અને દેશ સેવામાં સમર્પિત હશે.જેમાં પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક-સોશિયલ તથા અન્ય ક્ષેત્રના મીડિયા સાથે સંકળાયેલ મીડિયા કર્મી વિનામૂલ્ય ભાગ લઈ શકશે.૮ મી સપ્ટેમ્બરે સાંજે ૫:૩૦ કલાકે ભવ્ય સત્કાર સમારંભથી પ્રારંભ થનાર મહાસંમેલન નું ઉદ્ઘાટન ૯ મી સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૦ કલાકે થશે.
તથા વિવિધ મીડિયા ક્ષેત્રના વિશે ચર્ચા-ગ્રુપચર્ચા-વક્તવ્યો-કલ્ચર કાર્યક્રમો-રાજયોગા-શિબિર સેમિનાર-સ્વસ્થ માટે કસરત યોગા-મોટીવેશન સ્પીચ સાથે વિશ્વના સૌથી વધુ અધ્યાત્મ સશક્ત સકારાત્મકતા સંપન્ન શાંતિવન ખાતે અલૌકિક શાંતિનો અનુભવ સર્વને મળશે.

#bharatmirror #bharatmirror21 #news #barhmakumaris #abu #ahmedabad
