નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 ઓગસ્ટ 2023:
નવનીત ઍજ્યુકેશન લિમિટેડની બ્રાન્ડ એચક્યુ લેટેસ્ટ ભેટ – એચક્યુ માસ્ટરપિસ અને ઍચક્યુ ઈવૉલ્વ જર્નલ્સ રજૂ કરતા આનંદ અનુભવે છે. આ બે ઉત્કૃષ્ટ ઉત્પાદનો જર્નલ્સના ક્ષેત્રમાં નવો દાખલો પ્રસ્થાપિત કરશે, જેથી તમારા લેખન અનુભવને વધુ સારો બનાવવા કલાત્મક ડિઝાઈન્સને ચડિયાતી કાર્યક્ષમતાનું એકીકરણ કરે છે.
એચક્યુ માસ્ટરપિસઃ જ્યાં કળાનો સંગમ શબ્દો સાથે થાય છે
એચક્યુ માસ્ટરપિસ માત્ર જર્નલ નથી; તે એક સર્વોત્કૃષ્ટ કળાકૃતિ છે. પ્રમાણભૂત કૅન્વાસ કવર પર કુશળતાપૂર્વક બનાવવામાં આવેલી ડિઝાઈન્સથી શોભતી, આ એફાઈવ સાઈઝની જર્નલ તમારા રોજબરોજના લેખનમાં શિષ્ટતા અને મોહકતાનો સ્પર્શ ઉમેરે છે. 80 જીએસએમના કુદરતી શૅડ કાગળ ધરાવતી આ જર્નલ સાથે કળાત્મક કવર આવે છે, તે ઘર્ષણમુક્ત સપાટી પૂરી પાડે છે, જેથી પાના પર તમારી પેન સડસડાટ ચાલી શકે.
કૉર્પોરેટ ઍક્ઝિક્યુટિવ્સ, મેનેજર્સ, વ્યાવસાયિકો અને રચનાત્મકતા તરફ ઝુકાવ ધરાવતા વ્યક્તિઓ માટે રચવામાં આવેલા એચક્યુ માસ્ટરપિસમાં અંદરનાં પાનાં પર સૌમ્ય રાખોડી રંગની રૂલિંગ છે, જેનાથી લેખનની આરામદાયક અનુભૂતિની ખાતરી રહે છે. હાથવગા બૂકમાર્કના સમાવેશને પગલે તમે તમારી મહત્વની નોંધોને માર્ક કરી શકો છો અને તમારા વિચારોનો દોર ક્યારેય નહીં છૂટે.
આ જર્નલનો મજબૂત સીવેલી બાઈન્ડિંગનો (કેસ બાઈન્ડિંગ) ભાગ એ વાતની ખાતરી આપે છે કે તમે તેનો ઉપયોગ ગમે એટલી વાર કરો પાનાં અકબંધ રહેશે. એચક્યુ માસ્ટરપિસ સાથે તમે કોઈપણ જાતના અવરોધ વિના તમારી રચનાત્મકતાને છૂટો દોર આપી શકો છો.
એચક્યુ ઈવૉલ્વઃ જર્નલિંગની ઉત્ક્રાંતિને સ્વીકારો
એચક્યુ ઈવૉલ્વ જર્નલ ડિઝાઈનના રૂઢિગત નિયમોને તોડે છે અને નાવીન્યનો સ્વીકાર કરે છે. અનોખા રબર જેવા કૉર્કમાંથી બનાવવામાં આવેલી આ સ્લીક એફાઈવ જર્નલ પહેલી નજરે જ મોહી લે એવી છે. ત્રણ આકર્ષક કવર ડિઝાઈન્સ તમારા લેખન સંગ્રહને અભિજાત્યપણાનો સ્પર્શ આપે છે,
પોતોના સમોવડિયાઓની જેમ, એચક્યુ ઈવૉલ્વમાં 80 જીએસએમનો કુદરતી શૅડનો કાગળ છે, જેના પર સૌમ્ય રાખોડી રૂલિંગ છે, જે લખવાની આનંદદાયક અનુભૂતિ પૂરી પાડે છે. આ જર્નલ એવા મેનેજર્સ તથા સીએક્સઓની આદર્શ સાથીદાર બની શકે છે, જેમનો ટેસ્ટ ઊંચો છે. લાંબા-ગાળાના ઉપયોગ તથા ભેટ આપવા માટે આદર્શ, એચક્યુ ઈવૉલ્વ ટકાઉ અને દેખાવમાં સુંદર જર્નલ્સની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.
“અમારા માનવંતા ગ્રાહકો સામે એચક્યુ માસ્ટરપિસ અને એચક્યુ ઈવૉલ્વ રજૂ કરતા અમને અત્યંત આનંદ થાય છે,” એવું નવનીતના ડૉમેસ્ટિક સ્ટેશનરી બિઝનેસના ચિફ સ્ટ્રૅટેજી ઑફિસર અભિજિત સાન્યાલ કહે છે. “આ નવાં ઉત્પાદનો સાથે, અમારો ધ્યેય રચનાત્મકતાની અનહદ શક્યતાઓના દ્વાર ખોલવાનો તથા લેખનનો અજોડ અનુભવ આપવાનો છે. તમે સિદ્ધહસ્ત વ્યવસાયી હો કે મહત્વાકાંક્ષી કલાકાર હો, એચક્યુ માસ્ટરપિસ અને એચક્યુ ઈવૉલ્વ આત્મ-ખોજ અને અભિવ્યક્તિના તમારા પ્રવાસમાં તમારો આદર્શ સાથી બનશે.”
એચક્યુ માસ્ટરપિસ અને એચક્યુ ઈવૉલ્વ સાથે સુઘડતા અને રચનાત્મકતાના પ્રવાસમાં જોડાવાનું હાર્દિક આમંત્રણ તમને એચક્યુ આપે છે. આ અસામાન્ય જર્નલ્સ હવે એમેઝોન તથા તમારા શહેરના તમામ અગ્રણી સ્ટેશનરી સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #announcingtheArrivalofhqmasterpiece #‘hqevolve’ #ahmedabad