નીતા લીંબાચિયા, અમદાવાદઃ
03 જુલાઈ 2023:


ભારતીય અધ્યાત્મિકતા સંસ્કૃતિ અને ભારત માતાની શક્તિની વિવિધ ઝાંખી દ્વારા ભારતની પરંપરા - એકતા - આપસી સ્નેહતા દર્શન કરાવવા વૈશ્વિક સંસ્થાની બ્રહ્માકુમારી બહેનોએ પારંપરિક પરિવેશમાં વાઘા બોર્ડર પર શિવ શક્તિ શાંતિકુચ નુ આયોજન કર્યું.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદી તથા ડો રાજેશ ભોજક ના જણાવ્યાનુસાર દેશ માટે સતત પોતાની ફરજ નિભાવતા આર્મી જવાનો સાથે અમૃતસર વાઘા બોર્ડર પર બ્રહ્માકુમારીઝ ની શિવ શક્તિ બહેનોએ મનોબળની વૃદ્ધિ એકતા સદભાવના સંદેશ સાથે દેશભક્તિનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો.
ત્યારે ઉપસ્થિત દેશપ્રેમી ૧૦ હજાર ભારતીઓએ દેશ ભક્તિની પ્રેરણા લીધી ભારત માતાના સ્વરૂપમાં તથા વિવિધ દૈવી શક્તિ અવતાર સ્વરૂપમાં બહેનોએ દેશભક્તિ પર દિવ્ય નૃત્યો નશા મુક્તિ માટે શપથવિધિ રાજ યોગા અને શિવ અવતરણ સંદેશ આપી દેશની એકતા સદભાવ શાંતિ આપસી દેશના લોકોના સ્નેહ માટે પ્રેરણા આપેલ જેમાં મિલેટ્રી ના જવાનો ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધેલ, તથા સામેના ભાગથી પાકિસ્તાન જવાનોને પણ દેશની એકતા માટે ભારતના વિવિધતા મા એકતા ના શિવ સંદેશને પહોંચાડેલ. આ છે "ભારત કી બેટીઓ કા કમાલ"
#bharatmirror #bharatmirror21 #news #wagahborder #brahmakumarisisters #ahmedabad
