નીતા લીંબાચિયા, અમદાવાદઃ
14 જુલાઈ 2023:
પંચાલ યુવા સંગઠન,ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે ગુજરાતના ૨૨ થી વધુ જિલ્લાઓમાં ૮૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ સાથે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. શિક્ષણ, સેવા અને રોજગારના ધ્યેય સાથે પંચાલ યુવા સંગઠન કાર્યરત છે. પંચાલ યુવા સંગઠન દ્વારા વિશ્વકર્મા સમાજના વિકાસ માટે વિશ્વકર્મા રમતોત્સવ, વિશ્વકર્મા રત્ન અવોર્ડ, સ્પર્ધાત્મક પરીક્ષાના નિ:શુલ્ક તાલીમ વર્ગો તેમજ ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ ઓર્ગેનાઈઝેશન જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.
વિશ્વકર્મા સમાજની અગ્રણી સંસ્થા પંચાલ યુવા સંગઠન તારીખ ૧૩/૦૭/૨૦૨૩ ને ગુરુવારના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે તેના ઉપ્લક્ષમાં હોટેલ સીલ્વર કલાઉડ આશ્રમ રોડ, અમદાવાદ ખાતે વાર્ષિક સાધારણ સભા, અને ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ ઓર્ગેનાઈઝેશનની માસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ અને વડોદરાના GVBO ચેપ્ટરના બીઝનેસમેનો તેમજ વિવિધ જીલ્લા અને તાલુકાના પ્રમુખો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
જેમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના જે હોદેદારો અને કાર્યકર્તાઓએ સમાજને મદદરૂપ થવા સંગઠનને આપેલ અમૂલ્ય યોગદાન બદલ સંગઠનના હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પંચાલ યુવા સંગઠન,ગુજરાત પ્રદેશ દ્વારા શિક્ષણ, સેવા અને રોજગારના માધ્યમ થકી સમાજના દરેક વર્ગના વ્યક્તિઓના ઉત્થાન માટે પંચાલ યુવા સંગઠન દરેક ક્ષેત્રના વ્યક્તિઓ માટે કાર્ય કરી સમાજને આગળ લાવવામાં મદદરૂપ બની છે.
આવનારા સમયમાં વિશ્વકર્મા સમાજના વિદ્યાથીઓ માટે રહેવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલ સાથે ટેકનીકલ અને નોનટેકનીકલ કોર્ષો તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ક્લાસ ૧ અને ૨ માટેના તાલીમ વર્ગો શરૂ કરી શકાય તેવું સંકુલ “વિશ્વકર્મા ધામ” બનાવવાનું બિડું પંચાલ યુવા સંગઠને ઉપાડ્યું છે.
ત્યારે “વિશ્વકર્મા ધામ” બનાવવાના મિશનના ભાગરૂપે વર્ષ ૨૦૨૪ માં ડીસેમ્બરમાં ગાંધીનગર ખાતે વિશ્વકર્મા સમાજનું ગ્લોબલ કક્ષાનું એકઝીબિશનનું આયોજન કરવાની જાહેરાત આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. ડીસેમ્બર-૨૦૨૪ માં વિશ્વકર્મા સમાજનો સૌથી મોટો અને ભવ્ય બિઝનેસ એકસિબિશન યોજવામાં આવશે. જેની જાહેરાત ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.
તેમજ ભવિષ્યમાં યોજાનાર આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમાજને નવી ઉંચાઈ સુધી લઇ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #vishwakarmasamaj #panchalyouthassociation #ahmedabad