નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 જુલાઈ 2023:
વિનસ ગ્રુપ ઓફ કંપનીઝ અમદાવાદમાં નહેરૂનગર ખાતે પ્રતિષ્ઠિત કોમર્શિયલ લેન્ડમાર્ક સ્ટ્રેટમ @વિનસ ગ્રાઉન્ડઝમાં રિલાયન્સ ડિજિટલના નવા શો રૂમના પ્રારંભની જાહેરાત કરે છે. આ પ્રસંગે રિલાયન્સ ડિજિટલ અને વિનસ ગ્રુપે હાથમિલાવીને અમદાવાદના નિવાસીઓને અજોડ રિટેઈલ અનુભવ પૂરો પાડયો છે.
વિનસ ગ્રુપના ડિરેકટર રાજેશ વાસવાણી જણાવે છે કે “સ્ટ્રેટમ @વિનસ ખાતે અમે રિલાયન્સ ડિજિટલને આવકારતાં રોમાંચ અનુભવીએ છીએ. આ આદર્શ પ્રોપર્ટીમાં સ્ટોર સ્થાપવાનો રિલાયન્સ ડિજિટલ નો નિર્ણય તેમણે વિનસ ગ્રુપની ગુણવત્તા અને ઈનોવેશનમાં મુકેલા ભરોસા અને વિશ્વાસ અંગે ઘણુ બધુ કહી જાય છે. તેમની હાજરી સ્ટ્રેટમ માટે ખૂબ જ મૂલ્ય ધરાવે છે, અને અમને વિશ્વાસ છે, કે અમારા ગ્રાહકોને ઈનોવેટીવ અને ગ્રાહકલક્ષી અભિગમ રોમાંચિત કરશે.
”20,000 ચો. ફૂટ વિસ્તારમાં નવો શરૂ થયેલો રિલાયન્સ ડિજિટલ સ્ટોર સ્ટ્રેટમે પૂરી પાડેલી અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે ટેકનોલોજી અને ઈલેકટ્રોનિક્સ રિટેઈલીંગની નવું સ્વરૂપ રજૂ કરશે, અને વિનસ ગ્રુપ દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત કોમર્સિયલ હબ કે જેણે શહેરમાં શ્રેષ્ઠતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યું છે. પ્રાઇમ લોકેશન અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, સ્ટ્રેટમ લક્ષિત વર્ગને આકર્ષી ઉત્કૃષ્ટતાનુ આદર્શ સેટીંગ બની રહેશે.
રિલાયન્સ ડિજિટલના ગુજરાતમાં 30થી વધુ સ્ટોર છે, જેમાંથી 13 અમદાવાદમાં આવેલા છે. 5,000થી વધુ પ્રોડકટસનુ વિસ્તૃત કલેકશન અને 300થી વધુ બ્રાન્ડ ધરાવતી રિલાયન્સ રિટેઈલ દરેક ગ્રાહકને સાનૂકુળ નિવડે તેવી ટેકનોલોજી રજૂ કરવા કટિબધ્ધ છે.
રિલાયન્સ ડિજિટલ અને વિનસ ગ્રુપ વચ્ચેનો સહયોગ શોપિંગનો અજોડ અનુભવ પૂરો પાડવાનુ સહિયારૂ વિઝન દર્શાવે છે. બંને કંપનીઓ શહેરના રિટેઈલ ક્ષેત્રે એક જ સ્થળે ઉત્તમ બ્રાન્ડઝ અને પ્રોડકટસ લઈ આવવા માટે કટિબધ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #reliancedigitalstore #ahmedabad