નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 જુલાઈ 2023:
પૂર્વ વિસ્તારના ગરીબ મધ્યમ અને પછાત વર્ગ ના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સ્થાપાયેલી કે.કા.શાસ્ત્રી કોલેજમા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ના નકારાત્મક પાસાઓ ના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત બનતા તેમની ઉજવળ ભાવિ કારકિર્દી અંધકારમય બનવા પામી છે.
દેશમુખ પોઇન્ટ ખોખરા ખાતે વિદ્યાર્થી-વાલી અને સ્થાનિક આગેવાનોને ની એક સભા વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પુવૅ વિસ્તારના ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હીત માં બી.કોમ., બી. બી.એ.અને બી.સી.એ. ના વધારાનું વર્ગો શરૂ કરવા અને વર્ગ દીઠ બેઠકો વધારવા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખવા,
“બેટી બચાવો…બેટી પઢાવો” સૂત્રને સાર્થક કરવા બપોરની પાળીમાં મહિલા કોલેજ શરૂ કરવા, કે ખાસ શાસ્ત્રી કોલેજમાં ફ્રી ઓફ ચાર્જ હેલ્પલાઇન શરૂ કરવા અને પ્રવેશ ઓફલાઈન થી આપવા એકી અવાજે સર્વાનુમતે માગણી કરવામાં આવી હતી.
અને જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને માગણીના સમર્થનમાં તારીખ ૨૮-૭-૨૦૨૩ ના શુક્રવારથી પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ૭૨ કલાકના ઉપવાસ શરૂ કરશે.
અને પૂર્વ વિસ્તારની શાળાઓ એક દિવસ સ્વયંભૂ બંધ પાડી માગણીને સમર્થન આપશે જેની તારીખ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના અભિપ્રાય મુજબ નક્કી કરાશે સભામાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ, યસ ચૌધરી, રાજેશ ભલ્લા,પુષ્પાબેન ડિકોસ્ટા,દુરઈ સ્વામી ગ્રામીણ, પ્રકાશ નાયડુ,મહેન્દ્ર બીજવા,કૌશિક પ્રજાપતિ, પુષ્પાબેન વાઘેલા,શુભમ અરવિંદ પટેલ,રાજેશ આહુજા,આતીશ પંચોલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
#bharatmirror #bharatmirror21 #news #k.k.shastricollege #georgedias #ahmedabad