જન્મતા જ જનેતાએ તરછોડ્યો, સેરેબ્રલ પાલ્સીથી આજીવન વિકલાંગતા આવી પરંતુ દત્તક લેનાર પરિવારની હૂંફ અને હિમ્મતથી જયમાં એક ચિત્રકારનો જન્મ થયો.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
07 જુલાઈ 2023:
જન્મના પહેલાં દિવસે જયને એડોપ્ટ કર્યો હતો અને તેના ત્રણ દિવસ પછી તેને અચાનક તાવ આવતા તેને ખેંચ આવી હતી જેને લીધે તેને મગજનો લકવો પડ્યો હતો. તાત્કાલિક સારવાર કરવામાં આવી છતાં 6 મહિના પછી ખબર પડી હતી કે જયને સેરેબ્રલ પાલ્સી છે. આ બીમારીમાંથી સાજો થાય તે માટે ફિઝિયોથેરાપી દ્રારા લાબો સમય કસરત કરાવી. પણ તેનાથી કંઇ ફેર પડ્યો ન હતો. દિવસ દમિયાન ની દૈનિક ક્રિયાથી લઇને જમાડવા સુધીના કામકાજમાં તે પાલક પિતાના સપોર્ટ વીણા કંઇજ કરી શકતો નથી. સામાન્ય બાળકની જેમ આવા બાળકોની સારસંભાળ કરવી ઘણી અઘરી હોય છે.
ઘણી વખત કુદરત માનવી સાથે કુર મજાક કરતો હોય છે અને તેને વિકલાંગ બનાવી દેતો હોય છે. પણ જ્યારે તે માનવી પોતાના દ્રઢ મનોબળથી તે પરિસ્થિતી સામે લડીને આગળ વધે અને પોતાના નિર્ધારીત લક્ષ સુધી પહોંચવાના અથાગ પ્રયત્નો ચાલુ રાખે છે ત્યારે આપણને પણ તેને સલામ કરવાનું મન થાય. આવા અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ અને ટી.વી., વોટ્સઅપ, ફેસબુક મારફત જોતા પણ હોઈએ છીએ. પણ જ્યારે આવી જ વ્યક્તિ અને તે પણ જ્યારે આપણી સમક્ષ હોય ત્યારે તે વિશે જાણવું ખૂબ જ અગત્યનું અને પ્રોત્સાહક બની રહે છે. આ સત્ય હકીકત છે. અને તેનો સાક્ષાત જીવતો જાગતો દાખલો શ્રી મહેશભાઈ અને જયશ્રીબેન ગાંગડીયાએ સમાજમાં બેસાડ્યો છે. જોકે જયશ્રીબેન 2019માં આ દુનિયાને અલવિદા કહી ને પ્રભુના શરણમાં ગયા પણ જ્યનો સહારો મહેશભાઈને રૂપમાં સાક્ષાત્કાર કરાવે છે.
જય એક દિવસનો હતો ત્યારે જયશ્રીબેન અને મહેશભાઈએ તેને ગોદ લીધો હતો. પણ કુદરતે કુર મજાક કરી જ્યારે જય ૩ દિવસનો હતો ત્યારે તેને સેલીબ્રલ પાલ્સીનો રોગ થયો અને ૮૦ ટકા વિકલાંગ થઈ ગયો. તેમની દરેક દૈનિક ક્રિયા મહેશભાઇની મદદ વગર થઈ શક્તી નથી. તેમનું હવે એક જ લક્ષ હતું કે જયને તેની ઈચ્છા મુજબ આગળ વધવામાં મદદ કરવી અને તેની ખુશીમાં જ પોતાની ખુશી જોવી.
પાલ્સી ઉર્ફે મગજનો લકવો અને તેનાથી માણસ આજીવન આશ્રિત જ રહેશે! જેના માટે હજુ ગઈકાલ સુધી સોનરી ભવિષ્યનાં સપનાં સેવવાના શરૂ કર્યાં હોય, જેના નિર્દોષ એના ચહેરાને નજર સામે રાખીને મનોજગતમાં કલ્પનાના તરંગી ઘોડાની લગામ છૂટી મૂકી દીધી હોય, તે આમ સાવ અણધાર્યાં ગબડી પડશે એવો તો ક્યાંથી ખ્યાલ હોય?
આ પરિસ્થિતિમાં બીજા કોઈ વ્યક્તિ તો શું નિર્ણય લેત તે કહેવાની જરૂર નથી, પણ આ દંપતી નોખી માટીનું નીકળ્યું, કેમ કે નાની કપરી પરિસ્થિતિમાં પણ તેમણે બાળકને સ્વીકારી લીધું. ડોક્ટરે પણ તેમને ચેતવ્યા ભવિષ્યમાં આવનાર પડકાર વિશે માહિતગાર કર્યા હતા, પણ પતિ-પત્ની જરા વિચલિત ન થયાં અને બાળકને જેમનું તેમ સ્વીકારી લીધું. પોતાનો આ નિર્ણય ભવિષ્યમાં તેમને કઈ દિશાએ દોરી જશે તેનો નાનો સરખો વિચાર પણ મનમાં ન લાવ્યા. અને જો આ નંદ અને યશોદા ન હોતતો એ બાળક નું શું થાત. આ બાળક દંપતીનો શારીરિક અંશ નથી, પણ અંતરમાં ઊઠતી લાગણીઓએ તેને પુત્ર તરીકે સ્વીકારી લીધી હતી. એટલે જ ગંભીર બીમારીમાં પટકાયા પછી પણ તેને સ્વીકારવાની હિંમતને જયશ્રીબેન અને મહેશભાઈને દાદ આપવામાં આવે તેટલી ઓછી છે.
આ આ ઘટનાને પચ્ચીસ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે અને એ દત્તક બાળકને તેનો પરિવાર જય’નાં નામે લાડ લડાવી રહ્યો છે. કમનસીબે તેની યશોદા માતા હવે દુનિયામાં નથી. ફેબ્રુઆરી ૨૦૧૯માં જ તેમણે શરીર છોડ્યું હતું. હવે સિંગલ પેરન્ટ રહેલા પિતા મહેશભાઈ ગાંગડિયા જ તેનું સર્વસ્વ છે. અને તેઓ જય સાથે ખૂબ ખુશ છે. જય ગમતું કામ કરે છે,
કથની એ છે કે તેના શરીરનો વધુપડતો હિસ્સો સાથ નથી આપી રહ્યો. જોકે તેણે પોતાની મગજ શક્તિનો ઉપયોગ કરીને, માત્ર હાથનાં ટેરવાંના આધારે ચિત્રકળામાં સારી એવી ફાવટ મેળવી લીધી છે. હવે તે કૅન્વાસ પેઇન્ટિંગ કરે છે અને તેના પેઇન્ટિંગ અનેક પ્રદર્શનોમાં પણ રજૂ થયા છે. મુંબઈની એક આર્ટ ગેલેરીમાં પણ તેનાં પેઇન્ટિંગ રાખવામાં આવ્યાં હતાં. માત્ર આંગળીનાં ટેરવાં ચેતના અનુભવી શક્તા હોવા છતાં તે સુંદર પેઇન્ટિંગ બનાવે છે. છેલ્લા ચાર વર્ષથી તે કેન્વાસ પેઇન્ટિંગ કરે છે, જે અનેક મોટી ગેલેરીઓમાં પ્રદર્શિત થયા છે. અત્યાર સુધીમાં તેણે 300થી વધુ ચિત્રો બનાવ્યાં છે અને તે પૈકી ઘણા ચિત્રો કેટલાક મિત્રોને ભેટમાં આપ્યાં છે. તે પછી ચિત્રસ્પર્ધાઓમાં ભાગ લઈને ઇનામ પણ જીત્યા છે. દિવ્યાંગ હોવા છતાં તેનું મનોબળ ઘણું મજબૂત છે.
છેલ્લાં થોડા સમયથી રાત્રિના સમયે જય પેઇન્ટિંગ કરવા લાગ્યો છે અને તેને લીધે માનસિક શાંતિ સાથે ખુશી અનુભવે છે. સાથે સાથે તેને પેઇન્ટિંગમાં ઘણા બધા પુરસ્કાર પણ મેળવ્યા છે. તેના પેઇન્ટિંગ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલને પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #jaymaheshbhaigagadiya #divyangjaygagadiya #ahmedabad