નીતા લીંબાચિયા, અમદાવાદ.
24 જુલાઈ 2023:
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ગોઝારી ઘટનામાં માર્યા ગયેલા શહીદ પોલીસ કર્મીઓ સહિત 10 નિર્દોષ લોકો ને મીણબત્તી પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી સવૅ ઘમૅ પ્રાથૅના માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
પ્રાર્થનામાં પંડિત અશોક શાસ્ત્રી,ઈબ્રાહીમ શેખ,નરેન્દ્ર ભુસરી ધ્વારા તેમની આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબીજનો પર આવી પડેલી અણધારી આફત સહન કરવાની શક્તિ આપે તેવી પરમ કૃપાળુ ઈશ્વરને પુજા અચૅના, દુઆ, પ્રાથૅના યોજવામાં આવીહતી.
જેમાં મમતાબેન તિવારી, કિરણ પ્રજાપતિ, જગદીશ રાજ પુરોહિત, પરેશ મુખીયાજી, રમેશભાઈ ભીલ, લક્ષ્મીબેન પરમાર, પુષ્પાબેન ડીકોસ્ટા, યસ ચૌધરી, પુષ્પાબેન વાઘેલા, દુરઈસ્વામી ગ્રામિણ, સંજય સામેત્રીયા, મેહુલ રાજપુત, અરવિંદ પટેલ,અમર ખૈરે, આતિશ પંચોલી, નરેન્દ્ર સિંહ ચાવડા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી”ગોઝારી ઘટનામાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓ અને ભોગ બનેલા નિદોર્ષ લોકો ના પરીવાર મા થી એક ને સરકારી નૌકરી આપવા માગણી કરી હતી”