નીતા લીંબાચિયા, અમદાવાદઃ
04 જુલાઈ 2023:
ગુજરાતના રેડિયોલોજિસ્ટ અને કેન્સર ઇમેજિંગ નિષ્ણાતો દ્વારા તારીખ 30 જૂન થી 1, 2 જુલાઈએ “ઇમેજિંગ ઇન્વોવેશન્સ” ની થીમ પર કેન્દ્રિત, સોસાયટી ઓફ ઓન્કોલોજિક ઇમેજિંગ ઇન્ડિયાના (SOII) સહયોગથી 5મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
આ ઇવેન્ટમાં દેશભરમાંથી 270 થી વધુ પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જેમાં અગ્રણી રેડિયોલોજિસ્ટ, કેન્સર કેર સ્પેશિયાલિસ્ટ અને તબીબી વ્યાવસાયિકો કેન્સર નિદાન અને સારવારને અદ્યતન ઇમેજિંગ તકનીકો દ્વારા સશક્ત બનાવવા ઉત્સાહ પૂર્વક સહભાગી બન્યા હતા.
શૈક્ષણિક સત્રો ઉપરાંત, કોન્ફરન્સમાં “કેન્સર વિજેતાઓ સાથે જીવનની ઉજવણી” નામની વિશેષ ઇવેન્ટ પણ ઉજવવામાં આવી હતી. આ પ્રેરણાદાયી મેળાવડાનો ઉદ્દેશ્ય કેન્સર પર વિજય મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવાનો હતો. તેમના જીવન સંઘર્ષની વાર્તાઓ શેર કરીને, આ કેન્સર વિજેતાઓએ કેન્સરની વહેલી તપાસ, સમયસર સારવાર અને સંભાળના મહત્વને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપી હતી.
કોર્ટયાર્ડ મેરિયોટ, સેટેલાઇટ અમદાવાદ ખાતે આયોજિત આ કોન્ફરન્સના આયોજન અધ્યક્ષ ડૉ.હેમંત પટેલ, સોસાયટી ઑફ ઑન્કોલોજિક ઇમેજિંગ ઈન્ડિયાના (SOII) પ્રમુખ ડૉ. ભાગ્યમ રાઘવન, ડૉ. પંકજ શર્મા (સેક્રેટરી) , અને ડૉ. દિવા શાહ (ઑર્ગેનાઇઝિંગ સેક્રેટરી) દ્વારા 5મી વાર્ષિક કોન્ફરન્સની સફળતામાં યોગદાન આપનારા તમામ પ્રતિનિધિઓ, વક્તાઓ, પ્રાયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratradiologist&cancer imaging #5thannualnationalconference #ahmedabad