નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 જુલાઈ 2023:
વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ૭૨ કલાકનો ઉપવાસ ઉપર બેસવા જતા સ્થાનિક મ્યુ. કાઉન્સિલરો શ્રી ઇકબાલ શેખ, જગદીશ રાઠોડ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કે.કા.શાસ્ત્રી કોલેજ ઉપર પહોંચતા ની સાથે ટીંગા ટોળી કરી બળજબરી થી ધરપકડ કરવામાં આવી હતી

વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ તથા યશ ચૌધરી નિવેદનમાં આપ્યું કે પૂર્વ વિસ્તારના ગરીબ, મધ્યમ અને પછાત વર્ગ ના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સ્થાપાયેલી કે.કા.શાસ્ત્રી કોલેજમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ના નકારાત્મક પાસાઓ ના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત બનતા તેમનું ઉજવળ ભવિષ્ય અને કારકિર્દી અંધકારમય બનવા પામી છે.

જેમાં પુવૅ વિસ્તારના ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હીત માં બી.કોમ., બી.બી.એ. અને બી.સી.એ. ના વધારાનું વર્ગો શરૂ કરવા અને વર્ગ દીઠ બેઠકો વધારવા સાથે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખવા તેમજ “બેટી બચાવો…બેટી પઢાવો” સૂત્રને સાર્થક કરવા બપોરની પાળીમાં મહિલા કોલેજ શરૂ કરવા, ખાસ કે. કા. શાસ્ત્રી કોલેજમાં ફ્રી ઓફ ચાર્જ હેલ્પલાઇન શરૂ કરવા માગણી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને લાગતા વળગતા તમામ વિભાગોને રજૂઆતો અને આંદોલાત્મક કાર્યક્રમ કર્યા હોવા છતાં કોઈપણ નિર્ણય લેવામાં ન આવતા

ન છૂટકે માગણીના સમર્થનમાં તારીખ ૨૮-૭-૨૦૨૩ ના શુક્રવારથી પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિદ્યાર્થી વાલી-અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ૭૨ કલાકના ઉપવાસ સવારે ૧૧-૦૦ કલાકે કે.કા.શાસ્ત્રી કોલેજ,ખોખરા ખાતે શરૂ કરવા જતાં હતાં ત્યારેરવા જતાં હતાં ત્યારે જ્યોર્જ ડાયસ, સ્થાનિક મ્યુ. કાઉન્સિલરો શ્રી ઇકબાલ શેખ, જગદીશ રાઠોડ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કે.કા.શાસ્ત્રી કોલેજ ઉપર પહોંચતા ની સાથે ટીંગા ટોળી કરી બળજબરી થી ધરપકડ કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #georgedyceformermunicipalcouncillor #student-parentrightsgroup #ahmedabad
