નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 જુલાઈ 2023:
કે.કા.શાસ્ત્રી કોલેજ માં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગણી સાથે યોજવામાં આવેલ સરકારી ફૂટપાથ કોલેજ કાર્યક્રમમાં કરવામાં આવેલ.
ખોખરા,ભાઈપુરા,અમરાઈવાડી,મણીનગર,ઇન્દ્રપુરી,ગોમતીપુર, રાજપુર વગેરે વિસ્તારના ગરીબ મધ્યમ અને પછાત વર્ગ માટે સ્થાપવામાં આવેલ કે.કા.શાસ્ત્રી કોલેજ માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વાલી-અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જયોજૅ ડાયસ ની આગેવાની હેઠળ કોલેજ ની બહાર ફૂટપાથ ઉપર સમાંતર કોલેજ યોજી અનોખો વિરોઘ પ્રદૅશન યોજવામાં આવતા
પોલીસ દ્વારા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ, મમતાબેન તિવારી,દુરાઈ સ્વામી, પુષ્પાબેન ડી કોસ્ટા,ભાવિન સોલંકી,લક્ષ્મીબેન પરમાર,અરવિંદભાઈ પટેલ,વિષ્ણુભાઈ દેસાઈ,પાર્થ કોસ્ટી,અમરભાઈ ખૈરે,સંજય મેકવાન,મહેશભાઈ જીલપે,અશોકભાઈ કામલે, સહિત વિદ્યાર્થી-વાલી આગેવાનોની ટીંગાટોળી કરી ધરપકડ કરી.
ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં હતા આવ્યા હતા પ્રથમ વર્ષ બી કોમ,બીબીએ,બીસીએ બીએસસી નું પ્રવેશ ઓફલાઈન થી આપવા અને કે.કા.શાસ્ત્રી કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 50% બેઠકો ફાળવવા, બપોરની પાડીમાં મહિલા કોલેજની સ્થાપના કરવા અને વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ ચાર્જ હેલ્પ સેન્ટર શરૂ કરવા અને ગરીબ વિદ્યાર્થીઓને વ્યાપક હિતમાં કે.કા.શાસ્ત્રી કોલેજમાં બી કોમ,બી સી એ,બી બી એ, વર્ગો વધારવા અને વર્ગ દીઠ બેઠકો વધારવા ની માગણી કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #georgedias #ahmedabad