નીતા લીંબાચિયા, અમદાવાદ.
27 જુલાઈ 2023:
કોર્પોરેટ સામાજીક જવાબદારી (સીએસઆર) પ્રવૃત્તિના ભાગરૂપ્એ કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેના ધોળકા સંકુલ ખાતે ઓર્ગેનિક ફાર્મિંગ અંગે એક સેમિનાર અને ચર્ચાનું આયોજન કર્યું હતું.
પશુપાલન વિભાગ, અમદાવાદ ખાતેના પ્રાદેશિક સંયુક્ત નિયામક ડો. કે જી. બ્રહ્મક્ષત્રિય એ આ સમારંભમાં હાજર રહેલા ખેડૂતોને ઈન્દ્રશીલ તિર્થ અને શાંતિવન મેમોરિયલનું મહત્વ સમજાવતાં કેડીલા ફાર્માસ્યુટિકલના સ્થાપક ચેરમેન શ્રી ઈન્દ્રવદન મોદીને શ્રધ્ધાંજલિ આપી હતી અને ઓર્ગેનિક ફાર્મિંગના મહત્વ અંગે વાત કરતી હતી. આ સમારંભમાં રાજ્યના પશુપાલન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત અમદાવાદ જીલ્લાના 70 કરતાં વધુ ખેડૂતો અને ડેરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોએ તાજેતરમાં ઓર્ગેનિક ફાર્મિંગ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ બાબતે ચર્ચા કરી હતી.
કેડીલા ફાર્માસ્યુટિલ્સના ડો. યોગશ પહારીયાએ હાજર રહેલા લોકોને કંપનીની વેનટોવા પ્રોડક્ટ રેન્જ અંગે ટૂંકી માહિતી આપી હતી અને પશુઓના આરોગ્ય અંગે કંપનીની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી. પશુપાલન વિભાગના અધિકારીઓએ આ પ્રોડક્ટસ અંગે તથા પશુઓનું આરોગ્ય સુધારવામાં કંપનીની કામગીરી અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે 9 પ્રગતિશીલ ખેડૂતો કે જેમણે ઓર્ગેનિક ફાર્મિંગ અને પશુપાલનની પ્રગતિશીલ પધ્ધતિઓ અપનાવી છે અને અન્ય લોકોને આવી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રેરણા આપી છે તેમનું કેડીલા ફાર્માસ્યુટીક્લસ અને પશુપાલન વિભાગે બહુમાન કર્યું હતું.
કેડીલા ફાર્માસ્યુટીકલ્સની સખાવતી શાખા ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે “કેડીલા ફાર્માસ્યુટીકલ્સ વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓ મારફતે સમાજને કઇંકને કઇંક પરત કરવાની ભાવના ધરાવે છે. કૃષિ અને પશુપાલન માનવો માટે પ્રતિબંધક આરોગ્ય પ્રણાલિનો મુખ્ય ઉદ્દેશ બન્યા છે.
ખેડૂતોને સમર્પિત કટિબધ્ધ સીએસઆર પ્રવૃત્તિઓના ભાગરૂપે અમે અનાજ તથા ઘાસચારાના ઉત્પાદન માટે ખેડૂતો અને તેમના સખત પરિશ્રમને બિરદાવીએ છીએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓર્ગેનિક ફાર્મિંગ આપણી પરંપરાગત પધ્ધતિઓમાં સામેલ છે અને જમીનની ફળદ્રુપતા વધારીને આ પ્રાચીન પ્રણાલિઓ અને સ્રોતો જાળવવા માટે કટિબધ્ધ પ્રયાસો કરવાની જરૂર છે.
#bharatmirror #bharatmirror21 #news #cadilapharmaceuticals #organicfarming #dholka #ahmedabad