નીતા લીંબાચિયા, અમદાવાદ.
01 ઓગસ્ટ 2023:
બ્રહ્માકુમારીઝની યુથ વિંગ દ્વારા Y20 કાર્યક્રમ શ્રેણીનું આરોગ્ય, સુખાકારી અને રમત-ગમત ના આશય થી યુવાનો માટે આયોજન કરવામાં આવે છે. આ અંગે માહિતી આપતા ડૉ રાજેશ ભોજકએ જણાવ્યું હતું કે બ્રહ્મા કુમારીઝ – મહાદેવનગરની યુથ વિંગ દ્વારા તા 30 જુલાઈ ના રોજ ખાસ મિડીયા કર્મચારીઓ માટે વેલનેસ કાફેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મીડિયાના પત્રકાર, એડિટર માર્કેટિંગ,ઇવેન્ટ, ટીવી, ફોટોગ્રાફી, રેડિયો વગેરે ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓએ ભાગ લીધો હતો. ટેબલના ફરતે બેસીને વિવિધ મિડીયા પરસન્સ દ્વારા ચર્ચા,સંવાદ,ચિંતન,મંથન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

ત્યારબાદ બીકે ચંદ્રિકા બહેન દ્વારા આશીર્વચન, બીકે વિવેકાનંદ દ્વારા સંકલ્પ ,મીડિયાના અમીબેન દ્વારા પ્રસંગ પ્રતિભાવ અને ડૉ રાજેશ ભોજક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મેડિટેશન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ બાદ બ્રહ્મભોજન નો સૌએ લાભ લીધો હતો.ત્યારબાદ બીકે ચંદ્રિકા બહેન ના હસ્તે તમામ મિડીયા કર્મીઓને યાદગીરી ભેટ આપવામાં આવી હતી.
છેલ્લે સૌ સાથે મહાદેવ નગર બ્રહ્માકુમારી સંસ્થા ના વડા ચંદ્રિકા બહેનએ ગ્રુપ ફોટો માં ભાગ લીધો હતો.વેલનેસ કાફે ખાસ કરીને યુવા મીડિયા પ્રોફેશનલ્સ માટે રચાયેલ છે. ભવિષ્ય માં આ પ્રકારના કાર્યક્રમો ના આયોજન કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #brahmakumari #wellnesscafe #ahmedabad
