નીતા લીંબાચિયા, અમદાવાદઃ
08 જૂન 2023:
કલાસૂર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી સંગીતા પટેલ ધ્વારા ૫ જૂન ૨૦૨૩ ના રોજ અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામા આવી,

આ કાર્યક્રમ ધ્વારા 50 લોકોને મેન્સ્ટ્રુઅલ કપ અને તુલસી પ્લાન્ટ ભેટ અપાયા, તથા યુવાન દિકરીઓ અને દિકરીઓ ધ્વારા 150 થી વધુ લોકોને ગોટીલા ગાર્ડન, સીંધુભવન રોડ, અમદાવાદ ખાતે મેન્સ્ટ્રુઅલ કપ વિશે સમજણ આપી દિકરીઓ ના સ્વાસ્થ્ય માટે કેટલા જરુરી છે આ મેન્સ્ટ્રુઅલ કપ એ સમજાવી, પર્યાવરણ ને બચાવવા સેનેટરી પેડ નો ઉપયોગ તાત્કાલિક ધોરણે બંધ કરી મેન્સ્ટ્રુઅલ કપ વાપરવા અનુરોધ કરવામા આવ્યો.

1 મેન્સ્ટ્રુઅલ કપ 10 વર્ષ ચાલે છે એને સાફ કરવા 1 ગ્લાસ થી ઓછુ પાણી વપરાય છે, ઈકોનોમીકલ છે તથા સ્ત્રીઓ ના ઈન્ફેકશન આ કપના વપરાશ થી ઓછા કરી શકાય છે. સેનેટરી પેડને વાપરવાના બંધ કરી પર્યાવરણને તેના અબજો ટન પ્લાસ્ટિક વેસ્ટ માથી મુક્ત કરી શકાશે.

કલાસૂર્ય ફાઉન્ડેશન ધ્વારાસમગ્ર ભારત મા મેન્સ્ટ્રુઅલ કપ અવેરનેશ તથા ડિસ્ટ્રિબ્યુશન ના કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવે છે. અત્યાર સુધી મા 6000 થી વધુ દિકરીઓ લાભ મેળવી ચૂકી છે તથા આ સેવા યજ્ઞ સતત ચાલુજ છે. કલાસૂર્ય નો નારો છે કપ અપનાવો પૃથ્વી બચાવો.
#bharatmirror #bharatmirror21 #news #woridenvironmentday #kalasuryfoundation #ahmedabad
