નીતા લીંબાચિયા, અમદાવાદઃ
01 June 2023:
કપડવંજ તાલુકાના આતરસુંબા ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી શ્રી રાજેશભાઈ શર્માની ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવતા સમગ્ર ખેડા જિલ્લાના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેશભાઈ શર્માના ધર્મપત્ની રીનાબેન શર્મા એ પણ સતત ત્રણ ટર્મ સુધી ખેડા જિલ્લા ભાજપ સંગઠન મંત્રી તરીકે મુખ્ય બોડીની કામગીરી સફળતા પૂર્વક નિભાવી હતી. રાજેશભાઈ શર્મા ભાજપના ખૂબ જ નિષ્ઠાવાન, પ્રામાણિક અને ઉમદા સેવાભાવી કાર્યકર છે. જેમની સેવાની મહેંક છેલ્લા ત્રણ દાયકાઓથી સમગ્ર કપડવંજ પંથકમાં પ્રસરી રહી છે. આતરસુંબા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ તેઓ અને તેમના પત્ની રીનાબેન પાંચ પાંચ વખત વિજેતા બની ખૂબ પ્રસંશનિય કામગીરી બજાવી હતી.
તેઓ અનેક સામાજીક અને શૈક્ષણિક તથા ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક પરિવાર સાથે પણ જોડાયેલા છે. તેઓ ૠષીવંશી સમાજ સેવા સંધ ગુજરાતના સક્રિય આગેવાન અને સમાજ સેવક છે.
રાજેશભાઈ શર્માનું મૂળ વતન યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક આવેલ પુનાદરા સ્ટેટ ગામ છે. અને તેમની કર્મભૂમિ આતરસુંબા ગામ છે. જ્યારે કઠલાલ તાલુકાનું અપ્રુજી ગામ તેમનું મોશાળ છે. અપ્રુજી ગામે તેમના નાના સોમાભાઈ ગીરધરભાઈ શર્માએ પણ આજથી પીસ્તાલીસ વર્ષ પહેલા અપ્રુજી ગામના સરપંચ તરીકે ચૂંટાઈ ખૂબ જ પ્રસંશનિય સેવાકાર્યો કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #rajeshbhaisharma #treasurerofbjpbakshipanchmorcha #ahmedabad