પર્યાવરણ સંરક્ષણની દિશામાં નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સમ્માનિત કરવામાં આવી.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
30 જૂન 2023:
આપણી પૃથ્વી હરિયાળી બની રહે તે માટે અનેક ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. આવી સંસ્થાઓ અને એકમોની સફળતાને બિરદાવવા માટે પર્યાવરણ ટુડે મેગેઝિન દ્વારા પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023ની પ્રથમ આવૃત્તિનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત જીસીસીઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ પટવારી, જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી યોગેશ પરીખ, નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ પ્રા.લિ.ના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ સી. પટેલ, ભરૂચ એન્વાર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના સીઇઓ શ્રી ભૂપેન્દ્રભાઈ દલવાડી, હેન્ડ એન્ડ નેક કેન્સર ફાઉન્ડેશનના જાણીતા ઓન્કોલોજીસ્ટ ડૉ. શક્તિસિંહ દેઓરા અને પર્યાવરણ ટુડેના મેનેજિંગ એડિટર શ્રી આદિત્યસિંહ ચૌહાનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પર્યાવરણ ટુડેના મેનેજિંગ એડિટર શ્રી આદિત્યસિંહ ચૌહાને જણાવ્યું, “નવીન ટેક્નોલોજી પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ફાળો આપે છે. આવી નવીન ટેક્નોલોજીને અપનાવીને ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ આપણી ધરાને પ્રદૂષણમુક્ત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેથી આવી ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનારને જાહેર મંચ પર પ્રોત્સાહન પુરૂં પાડવા માટે પર્યાવરણ ટુડે મેગેઝિન દ્વારા પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રથમ આવૃત્તિમાં અમને બહોળો પ્રતિસાદ મળ્યો, જે અમને મળેલા નોમિનેશન પરથી પ્રતિબિંબિત થાય છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ કેટગરી અંતર્ગત 16 જેટલા ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી. આ આયોજનમાં મુખ્ય અતિથી તરીકે પધારેલા તમામ મહાનુભાવોનું અંતઃકરણથી આભાર વ્યક્ત કરૂં છું, તેમજ જેઓને એવોર્ડ મળ્યા છે તે તમામને અભિનંદન પાઠવું છું.”
17 જુનના રોજ આયોજિત એવોર્ડ સમારંભમાં અમદાવાદની જાણીતી ઔદ્યોગિક સંસ્થાઓ સહિત વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, વાપી, સુરત, જેતપુર સહિતની 16 ઔદ્યોગિક એકમો/સંસ્થાઓને વિવિધ કેટગરી અંતર્ગત એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.
ધ ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, વટવાને બેસ્ટ એફર્ટ્સ ફૉર સર્ક્યુલર ઇકોનોમી, નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાર્યો મેનેજમેન્ટ, અમદાવાદને એક્ટેંસિવ એફર્ટ્સ ફૉર ગ્રીનર પ્લાનેટ અર્થ (ઓર્ગેનાઇઝેશન), ઓઢવ એન્વાર્યો પ્રોજેક્ટ લિમિટેડ, અમદાવાદને એક્ટેંસિવ એફર્ટ્સ ફૉર ગ્રીનર પ્લાનેટ અર્થ (ઇન્ડિવિડ્યુઅલ), છત્રાલ એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રા. લિ.ને એક્સેલેંસ ઇન રિસાઇકલિંગ ફૉર હઝાર્ડસ વેસ્ટ, એન્વાર્યો ટેક્નોલોજી લિમિટેડ – ભરૂચ એન્વાર્યમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ઇમ્પલિમેન્ટેશન ઑફ ન્યૂ ટેક્નોલોજી, દીપક નાઇટ્રેટ લિમિટેડ, વડોદરાને એક્સેલેંસ ઇન રિસાઇકલિંગ ફૉર હઝાર્ડસ વેસ્ટ, નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ, અમદાવાદને બેસ્ટ ઑફ ઇન્ડસ્ટ્રી રિસાયકલ, કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદને બેસ્ટ એફર્ટ્સ ફૉર વોટર કંઝર્વેશન, એક્વાઇરીસ એચ2ઓ ડાયનામિક્સ પ્રા.લિ., અમદાવાદને ઈનોવેશન ટેક્નોલોજી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – ભરૂચ ડિવિઝનને એક્ટેંસિવ એફર્ટ્સ ફૉર ગ્રીનર પ્લાનેટ અર્થ (ઇન્ડિવિડ્યુઅલ), જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસેસિએન, જેતપુરને ઇમ્પ્લિમેન્ટેશન ઑફ ન્યૂ ટેક્નોલોજી, આર પ્લાનેટ ઇન્ટિગ્રેટેડ સૉલ્યુશન પ્રા.લિ., અમદાવાદને બેસ્ટ ઑફ ઇ-વેસ્ટ રીસાયકલર્સ, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિ., વાપીને એક્સેલેન્સ ઇન રીસાયકલિંગ ફૉર હઝાર્ડસ વેસ્ટ, આરવીટી રીન્યુટેક પ્રા. લિ.ને એચિવર્સ ઑફ બેસ્ટ સોલાર એનર્જી ઇન્સ્ટોલેશન, મહેશ ઇડસ્ટ્રીઝ લિ. અંકલેશ્વરને એક્સેલેન્સ ઇન રીસાયકલિંગ ફૉર હઝાર્ડસ વેસ્ટ, લોન્શન કિરી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વડોદરાને બેસ્ટ એફર્ટ્સ ફૉર વોટર કંઝર્વેશન કેટેગરી અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #pariyavarantodaymagazine #pariyavarantodaytodayawards-2023 #pariyavarantoday #ahmedabad