નીતા લીંબાચિયા, અમદાવાદઃ
05 June 2023:
ઓરિસ્સાના બાલાસોરમાં થયેલ રેલ દુર્ઘટના અંગે ઓલ ગુજરાત રેલવે પેસેન્જર એસોસિયેશન પ્રમુખશ્રી જ્યોર્જ ડાયસ, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ઈકબાલ શેખ,પંડિત અશોક શાસ્ત્રી ની આગેવાની હેઠળ મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે મીણબત્તી પ્રગટાવી સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.
જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા માટે બે મિનિટ મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મૃતકો ની આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ અણધારી આપત્તિ સહન કરવાની શક્તિ મળે તેમજ ઈજાગ્રસ્ત ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના,દુઆ,પૂજા-પાઠ કરવામાં આવી હતી.
અને મૃતક પરિવારને ૧૦ લાખની સહાય આપવા અને તેમના પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી આપવા,ઈજાગ્રસ્ત પરિવારને પાંચ લાખની સહાય આપવા ની માંગ કરી હતી અને ભારતીય રેલવેના ઇતિહાસમાં કાળી ટીકી સમાન દુર્ઘટના માટેની નૈતિક જવાબદારી સ્વીકારી રેલવે મંત્રી ના રાજીનામાની પણ માંગ કરાઈ હતી.
કાર્યક્રમમાં શ્રી રમેશ ભીલ,પ્રવિણસિંહ દરબાર,રાજેશ પંજાબી,યશ ચૌધરી,કાસમ શેખ,દુરઈ સ્વામી ગ્રામીણ,આસીફ શેખ, મહેન્દ્ર બીજવા,રાજેશ આહુજા, અમરભાઈ ખૈરે,સંજય મેકવાન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #orissarailtragedy #georedias #ahmedabad