નીતા લીંબાચિયા, અમદાવાદઃ
05 June 2023:
કૃપા આર્ટસ ફાઉન્ડેશન ,મુંબઈ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મીડિયા એવોર્ડ માટે નામાંકન મંગાવાયા હતા. જેમાં દેશભરમાં અનેક મિડિયા સાથે સંકળાયેલા લોકો,લેખકો,કવિ તથા અન્યોએ પોતાના નામ મોકલ્યા હતા. આ પૈકી આશરે ૪૦ થી વધુ પ્રિન્ટ,ટીવી ,રેડિયો સાથે સંલગ્ન પત્રકાર,કેમેરા મેન તથા ઇતર મીડિયા,લેખક, કવિ, વગેરે ને કૃપા આર્ટ્સ ફાઉન્ડેશન તરફથી e-certificate એનાયત કરવામાં આવ્યા હતા. સકારાત્મક પત્રકારત્વ,રાષ્ટ્રીય ભાવના, લોકહિત અને સાહિત્ય સંસ્કૃતિ વિકાસ સાથે રાષ્ટ્રીય વિકાસ માં ફાળો આપનાર મીડિયા કર્મીઓ ને એવોર્ડ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કૃપા આર્ટસ ફાઉન્ડેશન આર્ટસ,સમાજ સેવા ,સંસ્કૃતિ ઉત્થાન ,મહિલા અને યુવાઓ લક્ષી પ્રવુતિઓ કરે છે. કૃપા શાહ ના તમામ ચિત્રો જે પાંચ તત્વો જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને આકાશ (પંચ તત્વ) સાથે શંખ અને અન્ય શુભ પ્રતીકોની સાથે જોડાયેલા હોય છે.
કૃપા આર્ટસ ફાઉન્ડેશનના અધ્યક્ષ કૃપા શાહ વર્ષો થી સામાજિક પ્રવુતિઓ સાથે સંકળાયેલા છે. તેમણે શંખ પર સંશોધન કર્યું છે,અને અનેક ધાર્મિક,જાહેર અને પવિત્ર સ્થળો પર પોતાના ખર્ચે શંખ પ્રતિકૃતિ ની સ્થાપના કરી છે. તેઓ મુંબઇ સ્થિત મલબાર હિલ વિધાનસભામાં આવેલ વોર્ડમાં સાંસ્કૃતિક વિભાગ ના પ્રેસિડેન્ટ છે.
આર્ટિસ્ટ કૃપા શાહ પાસે તેમના આર્ટસ ફાઉન્ડેશનની મોટી ટીમ છે, કે જેઓ ૫ ફીટ, ૭ ફીટ, ૯ ફીટ શંખ ઊંચાઈ ધરાવતા શંખને ઉચ્ચ ગુણવત્તા વાળા ફાઇબર કે બ્રોન્ઝ મટીરિયલમાં બનાવે છે.
તેઓ હાલમાં અભિસ્કા – ધ શંખ નામના મુખ્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમાં તેઓ સમૃદ્ધ હિંદુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં મુખ્ય સ્થાનો પર 108 શંખ મોડલ સ્થાપિત કરવાના મિશન પર છે.
કૃપા આર્ટસ ફાઉન્ડેશન (KAF), ટૂંક સમયમાં નીચે જણાવેલ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ ગામ વાવ, જીલ્લામાં 300 વિદ્યાર્થીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સાયકલ અને અન્ય શૈક્ષણિક સહાયને સમર્થન આપે છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં આવેલ વાવ નામના ગામના છોકરાઓ નજીકની હાઇસ્કૂલ માં ભણવા માટે ઓછામાં ઓછા 4-6 કિમી રોજ ચાલીને જાય છે. સાયકલ હોય તો વિદ્યાર્થી સરળતાથી જઈ શકે અને સમયસર શાળામાં પહોંચી જાય. જેથી સમય અને શક્તિની બચત થાય છે. સાયકલ માટે વિદ્યાર્થી પસંદગીનો માપદંડ શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને હાલમાં ધોરણ ૫ થી ૯માં ભણતા અને દૂરથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #krupaartfoundation #ahmedabad