નીતા લીંબાચિયા, અમદાવાદઃ
26 જૂન 2023:
GCCI CSR ટાસ્ક ફોર્સે તારીખ 26મી જૂન, 2023 ના રોજ હેપ્પીનેસ ઈન્ડેક્સ – ગ્રીન સિટી પર એક સત્રનું આયોજન કર્યું હતું. શ્રી જગત કિનખાબવાલા, લેખક અને પ્રકૃતિ સંરક્ષક તેમજ શ્રી નગેન્દ્ર પુરોહિત, ગ્રીન કન્ઝર્વેટર વક્તા તરીકે હાજર રહ્યા હતા.

GCCI ના પ્રમુખ શ્રી પથિક પટવારીએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સાચી પ્રગતિ એ શહેરોના એવા નિર્માણમાં છે જે પર્યાવરણને અનુકૂળ હોય, આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપે અને વિકાસ અને પરિપૂર્ણતાની તકો પૂરી પાડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે શહેરોને એવી રીતે ડિઝાઇન કરવા જોઈએ કે જે આપણી ભાવિ પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે. આપણી દરેક પ્રવૃત્તિને જો આપણે સુરક્ષિત પર્યાવરણ તેમજ તે થકી પ્રાપ્ત થનાર સુખ-શાંતિ આધારિત બનાવીએ તો ચોક્કસ પણે આપણે એક ઉજ્જવળ તેમજ સુંદર ભવિષ્યના સ્વપ્નને પૂર્ણ કરી શકીએ.

GCCI CSR ટાસ્ક ફોર્સના ચેરપર્સન શ્રીમતી જયશ્રી મહેતાએ તેમના પ્રાસંગીક સંબોધનમાં અમદાવાદ શહેર ને આપવામાં આવેલ “G20” હેઠળ ના “અર્બન 20” ના નેતૃત્વનો ઉલ્લેખ કર્યો હતો તેઓએ હરિયાળા પર્યાવરણ ના મહત્વ પર તેમજ માનવજીવન ની સુખાકારી પર કેવી રીતે આ બાબત સીધી અસર કરે છે તે અંગે ભાર મૂક્યો હતો.
શ્રી જગત કિંખાબવાલા, લેખક અને પ્રકૃતિ સંરક્ષકએ તેમના સંબોધનમાં કેવી રીતે પ્રકૃતિ અને આપણું સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે તેના પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે જો આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીશું તો જ સુખ આવશે.
શ્રી નાગેન્દ્ર પુરોહિત, ગ્રીન કન્ઝર્વેટરે, આરોગ્ય, સુખ અને ગ્રીન સિટીઝ વિશે વિગતવાર પ્રેઝેન્ટેશન કર્યું હતું. તેમણે જળ વ્યવસ્થાપન, ભેજવાળી જમીન, સ્થિતિસ્થાપકતા માટે સરોવરો અને વેટલેન્ડ્સને પુનર્જીવિત કરવા, ખોરાક અને દવા માટે શહેરી જંગલોનું આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિઓમાં ઇકોલોજીકલ ડિઝાઇનના એકીકરણ પર ભાર મૂક્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #happinessindex–greencity #gcci #csr #ahmedabad
