ફાઇનલ કેમ્પસ પ્લેસમેન્ટ માટે મે મહિનામાં 100 થી વધુ કંપનીઓએ અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગનીમુલાકાત લીધી :
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
08 June 2023:
ગુજરાતની અગ્રણી ડિજિટલ માર્કેટિંગ સંસ્થા અમદાવાદ સ્કૂલ ઑફ ડિજિટલ માર્કેટિંગ(એએસડીએમ)એ રવિવારે તેના નવા અદ્યતન કેમ્પસનો પ્રારંભ કર્યો હતો. આ નવું કેમ્પસ ડિજિટલ માર્કેટિંગનાઝડપથી વિકસતા ક્ષેત્રમાં ઉત્તમ તાલીમ અને શિક્ષણ પ્રદાન કરશે.વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે નવા કેમ્પસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીહતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં એ.એસ.ડી.એમ.ના વર્તમાન અને ભૂતપૂર્વવિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. “અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ મહત્વાકાંક્ષી ડિજિટલ માર્કેટર્સ માટે તેના દ્વાર ખોલતા ગર્વની લાગણીઅનુભવે છે, જે લાભદાયક કારકિર્દી તરફની તેમની સફરને શરૂ કરવાની તક પૂરી પાડે છે.
સંસ્થાના ઉદઘાટનપ્રસંગે શ્રી અમિત ઠાકરની ઉપસ્થિતથી અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમે ડિજિટલ માર્કેટિંગમાંઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ,” તેમ એએસડીએમના સીઇઓ અને સ્થાપક તથાએક કુશળ ઓનલાઇન માર્કેટિંગ કન્સલ્ટન્ટ શ્રી લવ ત્યાગીએ જણાવ્યું હતું. વડોદરા, સુરત અને પુણેમાં પણ હાજરી ધરાવતી સંસ્થા એએસડીએમ ઉદ્યોગજગતમાં કુશળ ડિજિટલ માર્કેટિંગવ્યાવસાયિકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે તૈયાર કરેલા વિવિધ અભ્યાસક્રમો પ્રદાન કરે છે. તેનાપ્રશિક્ષિત અને અનુભવી શિક્ષકો વિદ્યાર્થીઓને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં તેમની કારકિર્દીના લક્ષ્યો પ્રાપ્તકરવામાં મદદરૂપ થવા માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યવહારિક તાલીમ આપે છે.
આ સંસ્થાવિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સર્ચ એન્જિનઓપ્ટિમાઇઝેશન (એસઇઓ), પે-પર-ક્લિક (પીપીસી) એડવર્ટાઇઝિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, મોબાઇલમાર્કેટિંગ, વેબ એનાલિટિક્સ અને અન્ય બાબતોથી લઈને તમામ બાબતોને આવરી લેવામાં આવી છે.એએસડીએમ ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાઓના વ્યવહારીક શિક્ષણ અને રીઅલ-વર્લ્ડ એપ્લિકેશન્સ પૂરી પાડેછે. વિદ્યાર્થીઓ ઉત્તમ અભ્યાસ, આંતરદ્રષ્ટીપૂર્ણ કેસ સ્ટડીઝ અને અદભૂત લાઈવ પ્રોજેક્ટ્સ દ્વારા વિસ્તૃતપ્રાયોગિક તાલીમ મેળવે છે, જેથી તેઓ ઉદ્યોગમાં સફળતા માટે જરૂરી મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિતથાય છે.
આ અભ્યાસક્રમો નવા વિદ્યાર્થીઓ અને અનુભવી વિદ્યાર્થીઓ એમ બંનેને અનુકૂળ રહે તેમસમજદારીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે કે જે વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ લર્નિંગ અનુભવપૂરો પાડે છે.“ફાઇનલ કેમ્પસ પ્લેસમેન્ટ માટે મે મહિનામાં 100 થી વધુ કંપનીઓએ અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગની મુલાકાત લીધી હતી, જે દર્શાવે છે કે અમે વિદ્યાર્થીઓને કયા પ્રકારની તાલીમ પૂરી પાડીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓ કેવા કૌશલ્યથી સજ્જ છે. નવી સંસ્થા અમને વધુ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડવાની અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રના વિકાસમાં ફાળો આપવામાં મદદરૂપ થશે,” તેમ શ્રી ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું.
ડિજિટલ યુગમાં સંભાવનાઓ શોધવાના તેમના ઉત્સાહ સાથે, શ્રી ત્યાગીએ વિદ્યાર્થીઓ, સક્રિય વ્યાવસાયિકો અને
ઉદ્યોગસાહસિકો માટે અસંખ્ય કાર્યક્રમોની પહેલ કરી છે. તેમણે સીઇઓ સહિત 10,000થી વધુ વ્યાવસાયિકોને
તાલીમ આપી છે અને અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના સલાહકાર તરીકે સેવા આપી છે. તેમણે
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં વિવિધ રાજકીય પ્રોજેક્ટ્સ માટે ડિજિટલ માર્કેટિંગ પરામર્શ અને અમલીકરણ
પ્રદાન કર્યું છે.
શ્રી ત્યાગીએ સીઆઈઆઈ, એમએસએમઈ કમિશનરેટ અને યુરોપિયન યુનિયનમાં આસિયાન એમ્બેસેડર સાથે
ડિજિટલ માર્કેટિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે. તેમણે એમેઝોન ઇન્ડિયા, ઇન્ટાસ ફાર્મા, હ્યુન્ડાઇ, બ્લિંગકાર્ટ,
કર્ણાવતી યુનિવર્સિટી, ધ રેડ આઇઝ અને અન્ય ઘણી બ્રાન્ડ્સ સાથે પણ સહયોગ કર્યો છે, જે તેમને અસરકારક
અભિયાન તૈયાર કરવામાં અને તેમના ડિજિટલ માર્કેટિંગ ઉદ્દેશો હાંસલ કરવામાં મદદ કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #gujarat’sleadingdigitalmarketinginstitute #asdm #ahmedabad