નીતા લીંબાચિયા, અમદાવાદઃ
05 June 2023:
જ્યારે આખી દુનિયામાં પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પો લેવામાં આવી રહ્યા છે ત્યારે સમાજના છેવાળાના માનવી સમાન એક્સપ્રેસ હાઈવે સીટીએમ ખાતે સરદાર પટેલ લારી ગલ્લા પાથરણા બજાર ના શ્રમિકો દ્વારા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ તથા બજારના પ્રમુખ રમેશભાઈ ભીલ ની આગેવાની હેઠળ પણ વૃક્ષો વાવો ના સંકલ્પ સાથે પર્યાવરણની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ શ્રમિકો ખૂબ સારી રીતે જાણે છે કે જો વૃક્ષ હશે તો માનવજાત બચશે અને ટકશે આવી સાદી સમજ ધરાવનાર પાથરણા ના બજાર ના શ્રમિકોએ કોઈ જાહો-જલાલી કે ચમક ધમક કે સરકારી સમારોહની જેમ મોટા મોટા ભાષણો આપ્યા નથી પણ જમીનની સાથે જોડાયેલા આ શ્રમિકો વાયુ પ્રદર્શન, જળ પ્રદૂષણ ની ચિંતા કરી રહ્યા છે.

તેથી વૃક્ષો વાવી તેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
bharatmirror #bharatmirror21 #news #georedias #woridenvironmentday #ahmedabad
