નીતા લીંબાચિયા, અમદાવાદઃ
10 જૂન 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતમાં રસ-અલ-ખૈમાહ ઇકોનોમિક ઝોન (RAKEZ) ના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી અનસ હિજાવી અને તેમની ટીમ સાથે આજ રોજ તા. 9મી જૂન, 2023 ના એક મિટિંગ કરી હતી. શ્રી હિજાવી સાથે શ્રી જોન કનલિફ, સ્ટ્રેટેજિક બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર અને શ્રી કેવિન એન્ચીસ, સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને RAKEZ અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો હતો.

મીટિંગમાં રસ-અલ-ખૈમાહ ઇકોનોમિક ઝોન (RAKEZ) ના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી અનસ હિજાવીએ રસ-અલ-ખૈમાહના મજબૂત અર્થતંત્ર અંગે માહિતી આપી હતી અને ભારત દેશ સાથે પરસ્પર વેપાર સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા પર ભાર મૂક્યો. RAKEZ તેના સુવ્યવસ્થિત ઔદ્યોગિક સાહસો, લોજિસ્ટિક્સ અને 50% સુધી ઓછા ખર્ચ સાથે ખર્ચકાર્યક્ષમ કામગીરી માટે જાણીતું છે જે એક આકર્ષક વ્યવસાય વાતાવરણ રજૂ કરે છે અને ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ની જરૂરિયાતો અને લક્ષ્યો સાથે સંરેખિત થાય છે.

GCCI ના પ્રમુખ શ્રી પથિક પટવારીએ RAKEZના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ ફૂડ એન્ડ બેવરેજ, પેકેજિંગ અને ઓટોમોટિવ જેવા સહકારના સંભવિત ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા કરી હતી.
શ્રી અનિલ જૈન, માનદ મંત્રી GCCI એ RAKEZ ના પ્રતિનિધિમંડળને GCCI માં કાર્યરત સમિતિઓની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે GCCI ના વિઝન અને મિશનને આગળ વધારવામાં આ સમિતિઓ અને ટાસ્ક ફોર્સ અગત્યનો ભાગ ભજવે છે તેવું જણાવ્યું હતું.
શ્રી જ્હોન કનલિફે ઉદ્યોગોને RAKEZમાં આપવામાં આવતા ફાયદાઓની માહિતી આપી હતી. તેમણે ટેક્સ માળખા, કોર્પોરેટ કાયદાઓ, ન્યૂનતમ અમલદારશાહી અને RAKEZ ના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન વિશે ચર્ચા કરી હતી. વધુમાં, તેમણે અન્ય ગલ્ફ દેશોની સરખામણીમાં RAKEZ માં રહેવા માટે અને બિઝનેસ સેટઅપ માટે આકર્ષક સ્થળ છે તેવું જણાવ્યું હતું.
GCCI અને RAKEZએ પરસ્પર રોકાણો અને સંયુક્ત સાહસો માટે આર્થિક વિકાસને આગળ વધારવા અને નવી તકો ઉભી કરવા માટે સક્રિયપણે કામ કરશે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #rakez #ahmedabad
